॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

તુલસીદાસ

અન્ય પાત્રો

તુલસીદાસ ભારત વર્ષના મહાન કવિ છે. તેમનો જન્મ ઈ. સ. ૧૫૩૨માં (સં. ૧૫૮૯માં) ઉત્તરપ્રદેશના રાજાપુર (બાંદા) ગામે આત્મારામ દુબે અને હુલસીને ત્યાં થયો હતો. તેઓ માતાના ગર્ભમાં એક વર્ષ રહ્યા. જન્મતાંની સાથે ‘રામ’ નામ બોલ્યા. જન્મની સાથે જ ૩૨ દાંત હતા. તેથી બધા રાક્ષસ છે એમ કહેતા. તેમની માતા તેમના જન્મ બાદ એક વર્ષમાં મૃત્યુ પામી. પિતાએ વધારે અનિષ્ટ ન થાય તે હેતુથી બાળકને દાસીને સોંપી વિરક્તિ લઈ લીધી. પોષણ માટે ઘરેણાં આપ્યાં. દાસીનું ૫ વર્ષમાં મૃત્યુ થયું. બાળક અનાથ થયો. નરહરિદાસજીને બાળક જોઈ દયા આવી અને મોટો કર્યો. ૧૫ વર્ષ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમનાં લગ્ન બ્રાહ્મણ કન્યા રત્નાવલી સાથે થયાં હતાં. પત્નીમાં ખૂબ આસક્તિ હતી. તુલસીદાસ પોતાની પત્નીને મળવા માટે રાત્રે જંગલમાં ઉઘાડે પગે નીકળ્યા. તણાતા મડદાને લાકડું સમજી નદી પાર કરી. અને ઘર પર લટકતા સાપને દોરડું સમજી ઉપર ચડ્યા, પરંતુ તેમની પત્નીએ જ્યારે ભગવાનમાં પ્રીતિ કરવાની વાત કરી ત્યારે તુલસીદાસની આંખ ઊઘડી અને સંસાર છોડી તીર્થયાત્રાએ નીકળી ગયા. હનુમાનજીના યોગથી ચિત્રકૂટમાં શ્રીરામ ભગવાનનાં દર્શન થયાં. તેમનું પવિત્ર જીવન બધાને સ્પર્શી જતું. રામચરિતમાનસની રચના તુલસીદાસે કરી છે.

Tulsidās

Others

Tulsidās was a great poet devotee in the history of Bhārat. He was born in 1532 (Samvat 1589) in Rājāpur (Bāndā), located in Uttar Pradesh. His parents were Ātmārām and Hulasi. After spending one year in the womb, he uttered the name of ‘Rām’ as soon as he was born. He had a full set of 32 teeth at birth; therefore, people called him a demon. His mother died after one year. Afraid more trouble may come, his father gave the child, along with some jewelry for subsistence, to his servant and retired. The servant also died within five years and Tulsidās became an orphan. Narharidās felt compassion for the child and raised him. He learned Sanskrit for 15 years and then married a brāhmin woman named Ratnāvali. He was very infatuated with his wife. When she went to her parents home, Tulsidās went after her in the middle of the night. Along the way, he rode a corpse floating in water and climbed a tree by grabbing a snake, mistaking it for a rope. When he reached his wife’s home, she was surprised to see he had followed her home. She told him to develop love for God instead. Tulsidās’s eyes opened up and he renounced his home to find God. He met Hanumānji in Chitrakut who helped him attain the darshan of Rām. His pure life touched everyone. He wrote the Rāmcharitmānas.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-16

  Gadhada II-41

  Gadhada II-57

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase