॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગોપાળાનંદ સ્વામી
પરમહંસો
ગોપાળાનંદ સ્વામીનો જન્મ પિતા મોતીરામ અને માતા કુશળબાને ઘેર સં. ૧૮૩૭ મહા સુદી આઠમને સોમવારે ઈડર પાસેના ટોડલા ગામમાં થયો હતો. તેમનું નામ ખુશાલ ભટ્ટ હતું. તેઓ નાનપણથી જ ભણવામાં વિદ્વાન હતા. ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. તેઓ નાનપણથી જ ચમત્કારી હતા. બાજુના ગામની શામળાજીના મંદિરની મૂર્તિ તેમની સાથે રમવા આવતી. ઈડરના રાજાએ બ્રાહ્મણો પર કર નાખેલો. તેથી ખુશાલ ભટ્ટે રાજા અને તેના કુટુંબીજનો તથા કારભારીઓનાં ઝાડા-પેશાબ બંધ કરેલાં.
મહારાજના પરમહંસ સર્વેશ્વરાનંદજી થકી મહારાજની ઓળખાણ થયેલી અને મહારાજનો નિશ્ચય થઈ ગયેલો. પછીથી મહારાજ પાસે સાધુ થયા. તેઓ ઘણુંખરું વડોદરા રહેતા. તેમને અષ્ટાંગયોગ સિદ્ધ હતો અને એક વાર ભક્તની રક્ષાને અર્થે પોતાની યોગકળાથી ગ્રહણ અટકાવેલું. સારંગપુરના કષ્ટભંજન દેવની સ્થાપના પણ તેમણે કરેલી છે. વચનામૃતના ચાર સંપાદકોમાં તેઓ એક છે. કારિયાણીમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે પોતાના અવતારના છ હેતુઓ કહેલા. તેઓ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મ માનતા અને પ્રાગજી ભક્ત, જાગાભક્ત, શિવલાલ શેઠ આદિ શિષ્યોને પણ તેઓની ઓળખાણ કરાવેલી અને ધામમાં પધારતા પહેલાં તેઓને જુનાગઢ જઈ સ્વામીનો સમાગમ કરવા ભલામણ કરેલી. તેમને મહારાજે વરતાલ અને અમદાવાદ બંને દેશના સત્સંગના મોટેરા અને મધ્યસ્થ કરેલા હતા. તેમની કથાવાર્તાનું પુસ્તક ‘સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો’ તરીકે પ્રસિદ્ધ છે.
Gopālānand Swāmi
Paramhansas
Gopālānand Swāmi was born to Motirām and Kushalbā on Mahā sud 8, S. Y. 1837 in Todalā near Idar. His childhood name was Khushāl Bhatt. He was a scholar in his childhood studies and had studied many scriptures. He showed many miracles as a child. The Shāmlāji murti in a nearby village mandir would come and play with him. The king of Idar had imposed a tax on brāhmins. In response, Khushāl Bhatt stopped the digestion and urination of the king, his family, and the officials until the tax was revoked.
Gopālānand Swāmi was introduced to Shriji Maharaj by his paramhansa Sarveshwarānandji. He developed conviction that Shriji Maharaj is God instantly and became his sadhu. He mainly stayed in Vadodarā. He had mastered ashtāng yog. Once, he had stopped an eclipse using his yogic powers to protect a devotee (who wrongfully calculated an eclipse would not be seen). In Sarangpur, he installed the murti of Hanumanji. He is among the four compilers of the Vachanamrut. In Kariyani, Maharaj had revealed to him his six purposes of manifesting on the earth. He believed Gunatitanand Swami to be Aksharbrahma and had told Pragji Bhakta, Jaga Bhakta, Shivlal Sheth, and many others of Gunatitanand Swami’s greatness. He also told them to go to Junagadh for his samāgam before he reverted back to Akshardham. Maharaj had established him as a senior and a mediator among both Amdavad and Vartal diocese. His discourses have been published as ‘Sadguru Gopālānand Swamini Vāto.’