॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અજામિલ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

અજામિલ કાન્યકુબ્જ દેશનો એક બ્રાહ્મણ હતો. તે વિદ્વાન હતો, પણ એક શૂદ્ર સ્ત્રી સાથે પ્રેમ થતાં પોતાનાં માતા-પિતા અને પત્નીનો ત્યાગ કરી તેની સાથે રહેતો અને પછી મદ્ય-માંસનું ભક્ષણ પણ કરવા લાગ્યો. તેના નાના પુત્રનું નામ નારાયણ રાખ્યું હતું. જ્યારે અંતકાળે યમદૂત લેવા આવ્યા ત્યારે ડરી જઈને પોતાના પુત્ર નારાયણને બોલાવવા બૂમ પાડી. આથી ભગવાન વિષ્ણુના પાર્ષદ આવ્યા અને યમદૂતો ભાગી ગયા. બાકીનું જીવન તેણે ભજન-ભક્તિમાં જ વિતાવ્યું હતું.

શ્રીજી મહારાજે વચનામૃત સારંગપુર ૯માં અજામિલને ‘અજામેળ’ કહીને સંબોધ્યો છે.

Ajāmil

People in Shastras

Ajāmil was a brāhmin from Kānyakubja. He was a scholar, but he fell in love with a woman belonging to the shudra class. He left his parents and his wife to live with the woman. He began drinking alcohol and eating meat. He named his youngest son Nārāyan. When his final days came, the Yamduts came to take him to narak. In fear, he cried out his son’s name. Therefore, the pārshads of Lord Vishnu came and the Yamduts fled in fear. He spent the remainder of his life worshiping God.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Sarangpur-9

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase