॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
બ્રહ્માનંદ સ્વામી
પરમહંસો
રાજસ્થાનના શિરોહી તાલુકાના ખાણ ગામમાં સં. ૧૮૨૮ની વસંતપંચમીએ માતા લાલુબા અને પિતા શંભુદાનજી થકી લાડુદાનજીનો જન્મ થયો હતો. તીવ્ર બુદ્ધિ અને સ્મરણશક્તિથી પીંગળ અને બીજાં શાસ્ત્રોમાં પ્રવીણ થયા. કચ્છના રાવ પાસેથી રાજકવિરત્ન, પિંગળવિદ્યાચાર્ય, મહામહોપાધ્યાય, મહાકવીશ્વર, શતાવધાની વગેરે પ્રમાણપત્રો મેળવ્યાં. આગળ જતાં ધ્રાંગધ્રા, જામનગર, દ્વારકા, જૂનાગઢ વગેરે રાજ્યોમાં ખૂબ જ સત્કાર પામ્યા. ભાવનગરના વખતસિંહ દરબાર તેમની કવિત્વ શક્તિથી પ્રભાવિત થયા. વખતસિંહના કહેવાથી તેઓ ગઢડામાં રહેતા સ્વામિનારાયણ ભગવાનનું પારખું કરવા ગયા. રસ્તામાં કરેલા સંકલ્પો ભગવાન સ્વામિનારાયણનાં દર્શન સાથે પૂર્ણ થતાં તેઓ મહારાજના આશ્રિત થયા. જીવુબા અને લાડુબાના ઉપદેશથી સાધુ થઈ ‘શ્રીરંગદાસ’ નામ ધારણ કર્યું. પોતાની કવિત્વ શક્તિ અને રમૂજી સ્વભાવથી મહારાજને હંમેશાં પ્રસન્ન રાખતા. તેથી મહારાજ તેમને બ્રહ્માનંદ કહીને પણ સંબોધતા. તેઓની અપૂર્વ પ્રતિભા, જ્ઞાન અને વાક્છટાથી મુનિબાવા જેવા મહાવિદ્વાનો પણ મુગ્ધ થઈ મહારાજના આશ્રિત થતા. વ્યાવહારિક કુશળતાથી અનેક વિઘ્નો હોવા છતાં અમદાવાદ, વરતાલ અને જૂનાગઢમાં શિખરબદ્ધ મંદિરો બાંધ્યાં. તેમના સ્પર્શથી મદોન્મત્ત થયેલો ઘોડો શાંત થઈ જતો. એટલે જ મહારાજ તેમને ‘યતિ’ કહેતા. મહારાજના ધામગમન બાદ તેમણે મૂળીમાં મંદિર બંધાવ્યું અને દેહના અંત સુધી ત્યાં જ રહ્યા. સં. ૧૮૮૮ના જેઠ સુદ દશમે ધામમાં પધારતાં પૂર્વે તેમણે ઉપદેશ, જ્ઞાન, ભક્તિ અને મહારાજની મૂર્તિનાં લગભગ આઠ હજાર કીર્તનો રચ્યાં.
Brahmānand Swāmi
Paramhansas
Ladudānji was born to Lālubā and Shambhudānji on the day of Vasant Panchami of S. Y. 1828 in Khān, located in Rajasthan. He was very intelligent and had a vast memory, allowing him to easily master Pingal and other scriptures. He earned several titles from the Rāv of Kutch, including ‘Rājkaviratna,’ ‘Pingalvidyāchārya,’ ‘Mahāmahopādhyāy,’ ‘Mahākavishwar,’ and ‘Shatāvdhāni.’ Later, he was honored in many states such as Dhrāngadhrā, Jāmnagar, Dwārkā, and Junāgadh. He had impressed Vakhatsinha of Bhāvnagar by display of his mastery in poetry. Through Vakhatsinha, he learned of Bhagwan Swaminarayan, and he set out to Gadhada to expose him as fraud. However, Bhagwan Swaminarayan fulfilled his four wishes he made along the way, and realizing him to be God, surrendered to Bhagwan Swaminarayan. He listened to Jivuba’s and Laduba’s updesh and renounced to become a sadhu. Shriji Maharaj named him Shri Rangdas. Using his mastery of poetry and his jovial nature, he often pleased Maharaj; therefore, Maharaj called him ‘Brahmanand’. Because of his brilliance, deep knowledge, and expert speech, many great scholars like Munibawa became disciples of Shriji Maharaj. Despite many financial and social hurdles, Swami build shikharbaddha mandirs in Amdavad, Vartal, and Junagadh. With his soothing touch, a mad horse became calm. Therefore, Maharaj called his a ‘yati’ (celibate). After Maharaj reverted back to Akshardham, he built a mandir in Muli and lived there till he passed away on Jeth sud 10, S. Y. 1888. He had written more than 8,000 kirtans that contained Maharaj’s teaching, gnān, bhakti, and description of his murti.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.