॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
આનંદાનંદ સ્વામી
પરમહંસો
રામગલોલા આશ્રમના લક્ષ્મણદાસ ઉત્તરપ્રદેશના વતની હતા. તેઓ રામના ઉપાસક હતા અને અયોધ્યા મંદિરના મહંત તથા અખાડાના અધિપતિ પણ હતા. તે મુમુક્ષુ જીવ હતા. તેમના ૫૦ શિષ્યો હતા. ઈશ્વરના સાક્ષાત્કાર માટે પોતાના શિષ્યો સાથે તેઓ સાચા ગુરુની શોધમાં દ્વારકાની યાત્રાએ નીકળેલા. સોમનાથમાં રામાનંદ સ્વામીનું નામ સાંભળતાં લોજ આવી તેમને મળ્યા. સાચા ગુરુની પ્રતીતિ આવતાં બધું છોડીને ત્યાં જ રોકાઈ ગયા. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી ‘આનંદાનંદ સ્વામી’ નામ પાડ્યું. મહારાજ તેમને ‘ભાઈ આનંદ સ્વામી’ કહી બોલાવતા. તેઓ ખૂબ જ વ્યવહારકુશળ હોવાથી મહારાજે તેમને અમદાવાદ મંદિરના મહંત બનાવ્યા હતા. છેલ્લા દિવસોમાં જેતલપુર રહેતા ને ત્યાં જ ધામમાં ગયા હતા.
Ānandānand Swāmi
Paramhansas
Lakshmandās of the Rāmgalolā āshram was a native of Uttar Pradesh. He worshiped Rām Bhagwān and was the mahant of the mandir of Ayodhya. He had 50 disciples. He was a spiritual aspirant. He set out with his disciples on a pilgrimage to Dwārikā to find a genuine guru. In Somnāth, he heard Rāmānand Swāmi’s name and came to Loj. He realized Rāmānand Swāmi to be a genuine guru and renounced everything to join him. Rāmānand Swāmi gave him dikshā and named him ‘Ānandānand Swāmi’. Maharaj referred to him as ‘Bhāi Ānand Swāmi’. He was adept in management. Maharaj appointed him as the mahant of Amdāvād. In this final days, he lived in Jetalpur and passed away there.