॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
નારાયણદાસ
સત્સંગી ભક્તો
નારાયણદાસ શ્રીહરિના દીક્ષિત દાસ પંક્તિના સંત હતા. નારાયણદાસ સમાધિનિષ્ઠ હતા. તે ભલાભોળા અને સરળ સ્વભાવના સંત હતા. જેતલપુરમાં સમૈયા પ્રસંગે શ્રીહરિને ગઢપુરથી તેડવા માટે મુક્તાનંદ સ્વામીએ નારાયણદાસને મોકલ્યા હતા. તેમની આ સેવાથી મહારાજ પ્રસન્ન થયા હતા. જ્યારે જૂનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે જનારા સંતોના નામની યાદી તૈયાર થતી હતી ત્યારે નારાયણદાસે સામેથી પોતાનું નામ લખાવ્યું ત્યારે પણ ખૂબ મહારાજ પ્રસન્ન થયા હતા.
Nārāyandās
Satsangi Bhaktas
Nārāyandās was among the sadhus of Shriji Maharaj of the ‘dās’ rank. He was able to experience samādhi. He had a naive nature. Muktānand Swāmi sent Nārāyandās to Gadhpur to bring Maharaj to Jetalpur for the samaiyo. Maharaj was pleased with his service. When a list of sadhus that would accompany Gunātitānand Swami to Junāgadh mandir was being made, Nārāyandās volunteered, pleasing Maharaj.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.