॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સ્વરૂપાનંદ સ્વામી

પરમહંસો

સ્વરૂપાનંદ સ્વામી ઉત્તર ભારતમાં હરિયાણા રાજ્યમાં કુરુક્ષેત્રના પવિત્ર બ્રાહ્મણ મુમુક્ષુ હતા. “પશ્ચિમમાં જીવનમુક્તા પ્રગટ થયા છે” એમ સાંભળી ગુજરાત આવ્યા હતા. રામાનંદ સ્વામી પાસે લોજમાં આવી સાધુ થયા અને તેમનું નામ સ્વરૂપાનંદ સ્વામી પાડવામાં આવ્યું. સમાધિ થકી તેમને મહારાજનો સર્વોપરીપણાનો નિશ્ચય થયો. શ્રીજીમહારાજ તેમની પાસે સર્વોપરીપણાની વાતો કરતાં કદી અચકાતા નહીં. દેહનો અનાદર, આત્મનિષ્ઠા, પંચવિષયમાં વૈરાગ્ય વગેરે ગુણો તેમણે કેળવ્યા હતા.

એક વાર મહારાજની આજ્ઞાથી તેમણે નરકના કુંડ ખાલી કરાવ્યા હતા. તેઓ મહારાજની મૂર્તિ અખંડ દેખતા, પણ મંદવાડ આવ્યો ત્યારે અંતરમાં અશાંતિ રહેવા લાગી. મંદવાડ વખતે શ્રીજીમહારાજે કહ્યું, “સ્વામી! મંદવાડનું દુઃખ ઘણું છે.” સ્વરૂપાનંદ સ્વામી આ સાંભળી હસ્યા. પછી કહ્યું, “મહારાજ! દુઃખ તો દેહને છે. અસવાર તો તાજા છે.” પછી શ્રીજીમહારાજના વચને મહારાજનાં લીલાચરિત્રોનું ગાન કર્યું ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ. જેનો ઉલ્લેખ શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના ૩૫માં વચનામૃતમાં પણ કર્યો છે.

Swarupānand Swāmi

Paramhansas

Swarupānand Swāmi hailed from a pious brāhmin family from Kurukshetra, located in the Hariyānā region of northern Bhārat. He once heard that Jivanmuktā has manifested in the West, so he came to Gujarāt. He stayed with Rāmānand Swāmi, became his sadhus and was named Swarupānand Swami. He developed the greatest conviction that Shriji Maharaj was the supreme God through samādhi. Maharaj never hesitated to talk about his supremacy to him. He had a total disregard for his body, possessed ātma-nishthā, was detached from the panch-vishays, and many other virtues.

Once, he emptied the pits of narak when ordered by Maharaj. (Maharaj sent him to narak to free the jivas suffering. He went and chanted the name of Swaminarayan. Hearing this most holy name, the jivas went to Badrikāshram to perform penance.) He had a constant vision of Maharaj’s murti. Once, when Swarupānand Swāmi was ill, Shriji Maharaj commented, “Swāmi, you are suffering much from your illness.” Swarupānand Swāmi replied with a laugh, “Maharaj, the body suffers. The (horseback) rider is well.” However, when his illness got worse, he felt a disturbance in his heart. Then, Maharaj advised him to recall his divine actions and incidents. When Swāmi did that, he felt peace. This has been mentioned by Shriji Maharaj in Gadhada II-35.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-35

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase