॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પ્રસાદાનંદ સ્વામી
પરમહંસો
પ્રસાદાનંદ સ્વામીનો જન્મ પીતાંબરભાઈ અને કાનુબાઈ થકી માંગરોળ તાલુકાના પંચાળા નજીક સૂત્રેજ ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ પ્રેમજીભાઈ હતું. તેમના કુટુંબમાં રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ હતો. માતા કાનુબાઈએ પોતાના ચારમાંથી બે દીકરા શ્રીહરિનાં ચરણોમાં સાધુ થવા અર્પણ કર્યા. શ્રીહરિએ દીક્ષા આપી પ્રેમજીભાઈનું નામ ‘પ્રસાદાનંદ’ અને દાહાભાઈનું નામ ‘દહરાનંદ’ રાખ્યું. પ્રસાદાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામી તથા નાના આત્માનંદ સ્વામી વગેરે સંતો પાસે રહી સંસ્કૃત તથા ભાગવત વગેરે ગ્રંથોનો અભ્યાસ કરેલો. તેઓ એક કુશળ લહિયા પણ હતા. તેમણે ‘શ્રીસ્વામિનારાયણ વિચરણ લીલામૃત’ ગ્રંથ અને ‘પ્રસાદાનંદ સ્વામીની વાતો’ ગ્રંથ પણ લખ્યા છે.
Prasādānand Swāmi
Paramhansas
Prasānand Swāmi was born to Pitāmbarbhai and Kānubāi in Sutrej, located near Panchālā. His name was Premjibhāi. His family were satsangis since Rāmānand Swāmi. Kānubāi gave two of her four sons to Shriji Maharaj to become sadhu. Maharaj named Premjibhāi ‘Prasādānand’ and Dāhābhāi ‘Daharānand’. Prasādānand Swāmi learned Sanskrit, Bhāgwat and other scriptures from Nityānand Swāmi and Nānā Ātmānand Swāmi. He was an expert scribe. He wrote the ‘Shri Swaminarayan Vicharan Lilamrut’ and ‘Prasanand Swamini Vato’.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.