॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વાઘમોડિયાના રામચંદ્ર
સત્સંગી ભક્તો
વાઘમોડિયા રામચંદ્ર વડોદરાના રહેવાસી તથી વૈદ્ય હતા. તેઓ ડાકોરનાથના ભક્ત હતા. તેથી પોતાનું કલ્યાણ થશે કે નહીં એ વિચારથી ડાકોર જઈ સંકલ્પ કર્યો કે, “ડાકોરનાથ મૂર્તિમાન આવી મને વાત ન કરે ત્યાં સુધી અન્ન-જળ ન લેવું.” રાત્રે ડાકોરનાથે દર્શન દઈ કહ્યું, “કલ્યાણ જોઈતું હોય તો અમદાવાદમાં સ્વામિનારાયણના સાધુ મુક્તાનંદને મળ.” પછી પોતે એકલા અમદાવાદ આવ્યા અને મુક્તાનંદ સ્વામીને મળ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ તેમને ગઢપુર મહારાજનાં દર્શને મોકલ્યા. માર્ગમાં જ નિંગાળા-ઉગામેડી વચ્ચેની ખીજડા પાસે મહારાજે તેમને દિવ્યદર્શન આપ્યાં પણ ઓળખ્યા નહીં. પછી ગઢપુર જઈ દર્શન કર્યાં ત્યારે ખબર પડી. દર્શન કરતાં જ મહારાજનો મહિમા સમજાયો ને સત્સંગી થયા.
Rāmchandra Vāghmodiā
Satsangi Bhaktas
Rāmchandra Vāghmodiyā was a vaidya who lived in Vadodarā. He was a devotee of Dākornāth. Once, he wondered if he would be liberated or not when he went to Dākor. He decided not to eat or drink anything until Dākornāth gave him darshan. At night, Dākornāth appeared and said, “If you want liberation, then go to Amdāvād where a sadhu of Swaminarayan named Muktanand resided.” He went to Amdāvād alone and met Muktanand Swami. Muktanand Swami sent him to Gadhpur for Shriji Maharaj’s darshan. In between Ningālā and Ugāmedi, Maharaj gave him darshan in a divine form but he did not recognize Maharaj. After reaching Gadhpur, he recognized Maharaj and understood his greatness and became a satsangi.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.