॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મહાનુભાવાનંદ સ્વામી

પરમહંસો

મહાનુભાવાનંદ સ્વામી ઉત્તર ભારતના કુરુક્ષેત્ર પાસેના કડા ગામના હતા. “જીવન્મુક્તા પ્રગટ્યા છે” એમ સાંભળી ઘરેથી નીકળી ગયેલા. માર્ગમાં બે આશ્રમોની મહંતાઈનો ત્યાગ કરી ગુજરાતમાં જામનગર આવ્યા. ત્યાં સ્વરૂપાનંદ સ્વામી મળ્યા ને પછી મહારાજનો ભેટો જેતલપુરમાં થયો. પૂર્વના હેતને લઈ મહારાજમાં અપાર સ્નેહ થયો અને સાધુ થઈ ગયા. પોતે અત્યંત શુદ્ધ મુમુક્ષુ જીવ હતા. ભક્તિમાં કોઈ પાખંડ કરે તો અકળાઈને ઉગ્ર થઈ જતા અને મહારાજનાં વચન પાળવામાં કદાપિ પાછા ન પડતા. મહારાજની આજ્ઞાથી સંસ્કૃતનો અભ્યાસ કરેલો અને ખૂબ વ્યવહારકુશળ પણ હતા. તેમને ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે પણ ખૂબ ભાવ હતો. વળી, મહારાજની કૃપાથી તેઓને વચનસિદ્ધિ વરેલી હતી. મહારાજે આઠ સદ્‌ગુરુ નીમેલા, જેમાં તેઓ પણ એક હતા. તે વાત મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ ૭૮માં કરી છે. મહારાજ તેમને ઘણીવાર ‘માર્કંડેય મુનિ’ પણ કહેતા.

Mahānubhāvānand Swāmi

Paramhansas

Mahānubhāvānand Swāmi was from the village Kadā near Kurukshetra in northern India. He heard that Jivanmuktā has manifested on the earth and he renounced his home to search for him. He also renounced the headship of two āshrams along the way and arrived in Jāmnagar in Gujarāt. He met Swarupānand Swāmi and then Shriji Maharaj in Jetalpur. Because of his past merits, he developed intense love for Maharaj and became a sadhu. He was a pious aspirant. If he noticed pretentious devotion in anyone, he would become angry. He never lapsed in obeying Maharaj’s commands. He studied Sanskrit when Maharaj commanded him to do so. He was adept in management. He also had great love for Gunātitānand Swāmi. Due to Maharaj’s grace, whatever he spoke came true. When Maharaj appointed eight sadguru sadhus, he was among the eight. Maharaj himself revealed this in Vachanamrut Gadhadā I-78. Maharaj often referred to him as Mārkandeya Muni.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-58

  Gadhada I-78

  Sarangpur-18

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase