॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વાલ્મીક ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

વાલ્મીકિ ઋષિ એક બ્રાહ્મણને ત્યાં જન્મેલા. તેમના માતા-પિતા તપ કરવા અરણ્યમાં ગયેલાં અને ત્યાં જ તેમને મૂકી દીધેલા. પછી એક ભીલે તેમનો ઉછેર કર્યો. તેણે તેમને ધનુર્વિદ્યા શીખવી અને ચોરીનું કામ શીખવ્યું. એક વાર જંગલમાં તેમણે નારદજીને લૂંટવાના હેતુથી પકડ્યા અને તેમની પાસે જે હોય તે આપવા કહ્યું. પછી નારદજીએ સંબંધીનું સ્વાર્થી હેત બતાવ્યું અને તે છોડી “રામ” નામ જપ કરવા કહ્યું. પછી તે ત્યાં જ વર્ષો સુધી જપ કરતા બેઠા રહ્યા અને તેમનું શરીર રાફડો થઈ ગયું. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે. આથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું. તેઓ સંસ્કૃતના આદ્ય કવિ કહેવાય છે. તેમણે સંસ્કૃતમાં વાલ્મીકિ રામાયણ લખ્યું છે. ચિત્રકૂટ પાસેના આશ્રમમાં તેઓ ભગવાન રામને મળેલા. પાછળથી સીતાજી પણ ત્યાં જ રહેલાં અને તેમના પુત્ર લવ અને કુશને તેમણે વેદોનું તથા ધનુર્વિદ્યાનું જ્ઞાન આપેલું.

Vālmik Rushi

People in Shastras

Vālmiki Rishi was born to a brāhmin family. His mother and father went to perform penance in a jungle and left their son behind. A member of a forest tribe found him and raised him. He taught Vālmiki archery and to loot. Once, he captured Nāradji and asked for all his possessions. Nāradji, however, showed him that his family’s love for him is selfish and to leave them to worship Rām. He followed Nāradji’s advice and started chanting the name of Rām while sitting in one spot. His whole body became covered with dirt. In Sanskrit, a mound of dirt is called valmik. Hence, he became known as Vālmiki. He is considered the original poet of Sanskrit. He wrote the Rāmāyan, the life story of Bhagwān Rām, in Sanskrit. He met Bhagwān Rām in an āshram located in Chitrakut. In their later life, Sitāji lived in his āshram where she had her two sons: Luv and Kush. He taught Luv and Kush the Vedas and archery.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada II-6

  Gadhada III-11

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase