॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
મયારામ ભટ્ટ
સત્સંગી ભક્તો
મયારામ ભટ્ટ જૂનાગઢ જિલ્લાના માણાવદર ગામના નિવાસી હતા. તેઓ વીસનગરા નાગર બ્રાહ્મણ અને ખૂબ જ ધર્મિષ્ઠ હતા. પોતે નાની ઉંમરે વિધુર થયેલા છતાં પુનઃ લગ્ન ન કરતાં સદા સત્સંગની સેવામાં રહેલા. તેમણે રામાનંદ સ્વામીને ગુરુ કરેલા. ગુરુના ધામગમના બાદ મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું. તે માન્યામાં ન આવતાં મુક્તાનંદ સ્વામીને ફરિયાદ કરેલી. પછીથી મહારાજે તેમને દિવ્યરૂપે તેમના ઘરે દર્શન આપેલાં અને તેથી તેમને મહારાજનો સર્વોપરી નિશ્ચય થયેલો. પોતે અત્યંત પ્રામાણિક અને સાદાઈથી જીવન જીવતા. મહારાજની આજ્ઞાથી લાંબી મજલો કરી અગત્યના પત્રો પહોંચાડતા. મહારાજના તેઓ વિશ્વાસપાત્ર હતા. આથી જ મહારાજે શિક્ષાપત્રીમાં ‘ગૃહસ્થાશ્ચ મયારામભટ્ટાદ્યા યે મદાશ્રયાઃ’ કહીને તમામ ગૃહસ્થ ભક્તોમાં મયારામને પ્રતિનિધિ માન્યા છે.
Mayārām Bhatt
Satsangi Bhaktas
Mayārām Bhatt was from Mānāvadar, a village located in Junāgadh district. He was a very righteous brāhmin who strictly observed the codes of dharma. He became a widower at a young age; however, he never married again. Instead, he spent his life serving satsang. He accepted Rāmānand Swāmi as his guru. After Rāmānand Swāmi passed away, Shriji Maharaj started granting samādhi. Mayārām Bhatt found it difficult to believe this was true and complained to Muktānand Swāmi of Maharaj’s acts. Maharaj gave Mayārām Bhatt divine darshan in his home and he realized Maharaj to be supreme. He was very simple and reliable. When Maharaj commanded, he readily traveled long distances to deliver his letters. Maharaj trusted him in many matters. Because of his qualities, Maharaj mentioned him in the Shikshapatri to represent the householders: ‘Gruhasthāshcha mayārām-bhattādyā ye madāshrayāhā’.