॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગણપતિ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
શિવ અને પાર્વતીના પુત્ર તથા ભૂત, ભૌતિક સર્વ ગણોના અધિપતિ હોવાથી ગણપતિ કહેવાય છે. પાર્વતી અંતઃપુરમાં હોવાથી ગણેશ દ્વારની ચોકી કરતા હતા. ગણેશે શિવને પ્રવેશ ન આપ્યો. શિવજીએ ગણેશનું મસ્તક કાપી નાખ્યું. તેથી પાર્વતી શાપ આપવા જતાં શિવજીએ ગણેશને હાથીનું માથું જોડ્યું. તેથી ગણેશ ગજાનન કહેવાયા. પછી શીવજીએ વર આપ્યો કે સર્વ દેવમાં એ પહેલા પૂજાશે ને સર્વ શુભ કામમાં તેની આરાધના થશે.
ગણેશનું વાહન ઉંદર છે. તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. અષ્ટશિદ્ધિ આઠ પટરાણી મનાય છે. વ્યાસજીએ મહાભારત રચ્યું તે વખતે ગણેશ લહિયા હતા એવી હકીકત પુરાણમાં છે.
Ganpati
People in Shastras
Ganpati, son of Shiv and Parvati, is the governor of the spirits and other metaphysical beings. While Parvati was seeking solitude, she asked Ganeshji to guard her palace and not let anyone in. Ganeshji did not let Shiv enter the palace so he severed Ganeshji’s head. Parvati was ready to curse Shiv but Shiv attached the head of an elephant on Ganpati. Therefore, Ganeshji is also known as Gajānan. Then Shivji promised Ganeshji that he would be worshiped first among the devas and he will be worshiped by all for the fulfillment of their auspicious tasks.
Ganeshji’s vehicle is a mouse. In his four hands, he holds a conch shell (shankh), disk (chakra), mace (gadā), and lotus (padma). His wives are the eight yogic powers (ashta-siddhi). When Vyāsji decided to write the Mahabharat, he employed Ganeshji as the scribe, a fact found in the Purans.