॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

એકલશૃંગિ ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

શૃંગીઋષિ (એકલશૃંગી ઋષિ) વિભાંડક ઋષિના પુત્ર હતાં. એક વાર વિભાંડક ઋષિ ગંગાસ્નાન કરવા ગયા ત્યારે ઊર્વશી અપ્સરાને જોઈ. આથી કામવશ થવાથી વીર્ય પાણીમાં પડ્યું. તે મૃગયોનિ પામેલી દેવકન્યાએ પાણી સાથે પીધું. આથી તેને ગર્ભ રહ્યો ને એકલશૃંગીનો જન્મ થયો. તેના માથે નાનું શૃંગ હતું. તેનો જન્મ થતાં જ મૃગી મૃત્યુ પામી. વિભાંડકે પુત્રને મોટો કર્યો ને વેદવેદાંગમાં પ્રવીણ બનાવ્યો. ૧૬ વર્ષ સુધી તો તેને સ્ત્રી જાતિ વિષે કશું જ્ઞાન ન થાય તેની કાળજી વિભાંડકે રાખેલી.

બાજુના અંગદેશમાં અનાવૃષ્ટિ હતી. આથી રાજા રોમપાદે બ્રાહ્મણોની સહાય અનુસાર એકલશૃંગીને રાજ્યમાં લાવવા વેશ્યાઓને મોકલી. વેશ્યાઓ તેને ફોસલાવી રાજ્યમાં લાવી. એકલશૃંગીના આગમનથી જ વરસાદ થયો. રાજાએ તેનાં લગ્ન પોતાની પુત્રી શાંતા સાથે કરાવ્યાં. આ બાજુ વિભાંડકે આ વાત જાણી એટલે ગુસ્સે થતાં રાજાને શાપ દેવા આવતા હતા, પણ પૌત્ર જોતાં જ ક્રોધ શમી ગયો અને આશીર્વાદ આપ્યા.

Ekalshrungi Rushi

People in Shastras

Shrungi Rishi (also known as Ekalshrungi Rishi) was the son of Vibhāndak Rishi. One day, Vibhāndak Rishi went for a bath in the Gangā River. He saw a godly maiden named Urvashi. He became aroused and his semen fell into the water. The maiden, who was born as a deer, drank it while drinking the water. She became pregnant and bore Ekalshrungi. He was born with a small horn on his head. After he was born, the deer died. Vibhāndak raised Ekalshrungi and taught him the knowledge of Ved-Vedāng. For 16 years, Vibhāndak ensured he had no knowledge of females.

In a nearby kingdom, there was a drought. The king, with the help from brāhmins, sent a prostitute to draw Ekalshrungi to his kingdom so that he could make it rain. The prostitute tricked him and brought him to the kingdom. His coming brought rain to the kingdom. The king had married his daughter to Ekalshrungi. Vibhāndak learned what happened and became angry. He went to curse the king. However, Ekalshrungi had children by this time. Vibhāndak saw his grandson and his anger subsided. He gave his blessings instead.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Vartal-20

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase