॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
જીવા ખાચર
સત્સંગી ભક્તો
રાઠોડ ધાધલના ભાણિયા જીવાખાચર સારંગપુરના ગામધણી હતા. પ્રથમ પરિચયમાં જ જીવાખાચર સાથે ચાર ભાગીદારોને જમીન બાબતે તકરાર હતી અને શ્રીજીમહારાજે દૂર કરી આપી. મહારાજ જ્યારે સારંગપુર પધારતા ત્યારે જીવાખાચરના દરબારમાં જ ઉતારો કરતા. ત્યાં જ મહારાજે સારંગપુરનાં અઢાર વચનામૃત ઉદ્બોધ્યા છે. એમની ભક્તિને વશ થઈ મહારાજે અનેક વાર તેમના દરબારમાં ઉત્સવો કર્યા.
શ્રીજીમહારાજે તેમને સં ૧૮૮૧માં આશીર્વાદ આપેલા કે, “અહીં અમે જે જગ્યાએ મંદિરનું ખાત કર્યું છે, તે જ જગ્યાએ ભવ્ય મંદિર થશે અને અમે અમારા ધામ અને મુક્ત સાથે વિરાજશું.” બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઇ. સ. ૧૯૧૬માં મહારાજના સંકલ્પ મુજબ ભવ્ય મંદિર રચી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી.
Jivā Khāchar
Satsangi Bhaktas
Rāthod Dhādhal’s nephew Jivā Khāchar was the chief of Sarangpur. Jivā Khāchar had an ongoing quarrel with his partners regarding the ownership of land. On their first meeting, Shriji Maharaj brought a resolution to the quarrel. Whenever Maharaj came to Sarangpur, he stayed at Jivā Khāchar’s darbār. Maharaj spoke the 18 Vachanamruts of Sarangpur in his darbār. Maharaj celebrated many festivals in his darbār because of his loving devotion.
In Samvat 1881, Maharaj promised Jivā Khāchar, “Here where I performed the ground-breaking, there will be a grand mandir and I will reside here with my Dhām and Mukta.” Brahmaswarup Shastriji Maharaj performed the murti-pratishthā of this mandir in 1916, fulfilling Maharaj’s promise.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.