॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પ્રદ્યુમ્ન
ઈશ્વરો
પ્રદ્યુમ્ન એ ચતુર્વ્યૂહમાંના (વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણમાંના) એક છે. તે ઈશ્વરકોટિનું ચૈતન્ય તત્ત્વ છે. તે પરબ્રહ્મના અનુપ્રવેશથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આ સ્વરૂપ પૃથ્વી પર અવતરતું નથી. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ આ ત્રણેયને શ્રીમદ્ભાગવતના અનુસંધાનમાં શ્રીજીમહારાજે સગુણ સ્વરૂપ કહ્યાં છે. વિરાટપુરુષની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં આ ત્રણેય કાર્ય કરે છે, અને વિરાટપુરુષ પણ સ્થિતિરૂપ અવસ્થાને વિષે પ્રદ્યુમ્નની ઉપાસના કરે છે. તે પીતાંબર, વનમાળા, કિરીટ મુકુટ વગેરે શણગારો ધારણ કરે છે. તે ચતુર્ભુજ છે. તેમના ચારેય હાથોમાં જમણા નીચેના હાથથી આરંભીને અનુક્રમે અભય હસ્ત, ખડ્ગ, ઢાલ અને શંખ છે.
Pradyumna
Ishwars
Pradyumna is one of the emanations of the chaturvyuha (the four emanations). He is of the ishwar category. He gains his powers when Parabrahma enters and inspires him. This form does not incarnate on the earth. Shriji Maharaj has said that Aniruddha, Pradyumna, and Sankarshan are sagun forms as according to the Shirmad Bhagwat. All three are engaged in the utpatti (creation), sthiti (sustenance), and pralay (destruction) phases of Virat-Purush. During the sustenance phase, Virat-Purush engages in the upāsanā of Pradyumna. He is ornate with a Pitambar, Vanmālā, Kirit Mukut, etc. He has four arms. In his four hands, starting with the lower right hand, he holds a abhay hasta (gesture of blessing), khadg (sword), dhāl (shield), and shankha (conch shell).
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.