॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

હનુમાનજી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

હનુમાનજી મેરુ પર્વત પર રહેતા કેસરી અને અંજનીના પુત્ર હતા. એક વાર અંજની પર્વત પર ફરતી હતી. તેનું રૂપ જોઈ વાયુને કામ વ્યાપ્યો અને તેણે પોતાનું વીર્ય અંજનીના કર્ણદ્વારે મૂક્યું. આથી અંજનીને ગર્ભ રહ્યો ને હનુમાનનો જન્મ થયો.

જન્મ બાદ માતા ફળ લેવા ગઈ ત્યારે હનુમાન ઊગતા સૂર્યને ફળ માની પકડવા કૂદ્યા. ત્યારે રાહુ સૂર્યને ગ્રહણ લગાડવા જતો હતો તે ફેંકાઈ ગયો. ઇન્દ્રે આ જાણ્યું ત્યારે ગુસ્સે થઈ વજ્રનો પ્રહાર હનુમાન પર કર્યો. આથી તે નીચે પડ્યા. આથી વાયુ ક્રોધે ભરાઈ હનુમાનને લઈ ગુફામાં જતો રહ્યો. આથી સૃષ્ટિ પ્રાણવાયુ વિના તરફડિયાં લેવા માંડી. પછી સર્વ દેવોએ માફી માંગી હનુમાનને જીવનદાન આપ્યું ને વરદાનમાં ઘણી દિવ્ય શક્તિઓ આપી.

હનુમાન મોટા થઈ ઋષિઓને રંજાડતા. આથી તેઓના શાપથી પોતાની શક્તિનું વિસ્મરણ થયું. પછી તેઓ રામ ભગવાનને મળ્યા અને સીતાજીની શોધ કરવા સમુદ્ર તટે આવ્યા. એ વખતે જાંબુવાને તેમની શક્તિ અને સામર્થ્યની સ્મૃતિ કરાવી ત્યારે હનુમાન એક કૂદકામાં લંકા પહોંચ્યા. તેઓ આજીવન બ્રહમચારી રહ્યા હતા અને રામને વિષે પતિવ્રતાની ટેક હતી. તેઓ ચિરંજીવી છે. મહારાજ નીલકંઠવર્ણીરૂપે હતા ત્યારે તેમણે મહારાજની સેવા કરી હતી.

Hanumānji

People in Shastras

Hanuman was the son of Kesari and Anjani, who lived on Mount Meru. Once, Anjani was wandering around on Meru. Vayudev saw her beauty and was overcome with lust. He impregnated her through her ear, bearing Hanumanji as a result.

After birth, Anjani went to gather fruits. Hanuman thought the sun was a fruit and leaped in the air to grab it. At the same time, Rahu, who had commenced to cause a solar eclipse, was thrown away. This infuriated Indra and he used his Vajra weapon (lightning bolt) on Hanuman, who fell from the sky. Vayu (his father) became angry, so he took Hanuman and secluded himself in a cave. This cut off the vital air of the creatures and they gasped to breathe. All the devas asked for forgiveness and gave Hanuman back his life and many other weapons.

As he grew, Hanuman would provoke Rushis. Therefore, they cursed him by taking away his memory of his strength. Years later, he met Ram Bhagwan while he was searching for Sita. They all came to the ocean that lead to Lanka. Jambuvan reminded Hanuman of his strength; therefore, Hanuman crossed the ocean to Lanka with one leap. He had remained a celibate from childhood and exhibited the vow of fidelity toward Ram Bhagwan. He is considered immortal. While Shriji Maharaj was traveling in the forest, Hanuman had served him by bringing fruits.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-59

  Loya-11

  Gadhada II-21

  Gadhada II-62

  Gadhada III-16

  Gadhada III-39

  Bhugol-Khagol-1

  Jetalpur-2

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase