॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ભીષ્મપિતા

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

ભીષ્મ કુરુવંશના શાંતનુ અને ગંગાના પુત્ર હતા. તેમનું નામ દેવવ્રત હતું. ભીષ્મે વશિષ્ઠ પાસે વેદોનો અભ્યાસ કર્યો હતો અને બૃહસ્પતિ પાસેથી ધનુર્વેદ શીખ્યા હતા. પોતાના પિતા શાંતનુનાં લગ્ન સત્યવતી સાથે કરાવવા પોતે આજીવના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી. આવી ભીષણ પ્રતિજ્ઞાને લીધે ભીષ્મ કહેવાયા. શાંતનુએ તેમને ઇચ્છા મૃત્યુનું વરદાન આપ્યું. પછી વર્ષો સુધી હસ્તિનાપુરના રક્ષક તરીકે રાજાઓની સાથે રહ્યા. જ્યારે પાંડુરાજા વનમાં ગયા ત્યારે તેમણે અંધ ધૃતરાષ્ટ્રને ગાદીએ બેસાડ્યો હતો. જ્યારે દુર્યોધને પાંડવોને અન્યાય કર્યો ત્યારે તે વચનથી બંધાયેલા હોવાથી કાંઈ કરી શક્યા નહીં અને નાછૂટકે યુદ્ધમાં દુર્યોધનના પક્ષેથી લડ્યા. યુદ્ધમાં અર્જુને શિખંડીની આડ લઈ ભીષ્મને બાણોથી વીંધી નાંખ્યા હતા. યુદ્ધ પૂર્ણ થયું ત્યાં સુધી બાણશય્યા પર રહ્યા. યુદ્ધ જીત્યા બાદ યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે તૈયાર થતા ન હતા. ત્યારે ભીષ્મે તેને પોતાના કર્તવ્યનું ભાન કરાવ્યું અને રાજધર્મ, મોક્ષધર્મ આદિ ધર્મોનું જ્ઞાન આપ્યું. પછી તેમણે સ્વેચ્છાએ દેહત્યાગ કર્યો.

Bhismapitā

People in Shastras

Bhishma was the son of Shāntanu, of the Kuru dynasty, and Gangā. His name was Devvrat. He learned the Vedas from Vashishta and archery from Bruhaspati. Shāntanu, his father, became infatuated with Satyavati and wanted to marry her. However, Satyavati’s father wanted his daughter’s son to become the king, not Bhishma. So Bhishma vowed to remain a celibate for life so that he would not become king (since he cannot father any children to continue the lineage). Taking such an extreme vow earned him the name Bhishma. In return, his father Shāntanu granted him the ability to choose the timing of his death. However, Bhishma vowed not to die until he is sure Hastināpur is safe and protected. When King Pāndu renounced being king of Hastināpur, Bhishma made the blind Drutrāshtra the king. When Duryodhan unjustly took Pāndava’s kingdom, leading to the war, Bhishma fought on Duryodhan’s side because he was bound to protect Hastināpur (his allegiance was to the king of Hastināpur). In the war, Arjun kept Shikhandi in front of him and killed Bhishma with his arrows. He lay on a bed of arrows till the end of the war. After the ward ended and the Pāndavas won, Yudhishthir declined to sit on the throne. However, Bhishma reminded him of his duty as a king. He taught him the dharma of kings and dharma of liberation. He died afterward.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Panchala-4

  Gadhada II-9

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase