॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

જડભરત

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

પૂર્વ જન્મમાં જડભરત ઋષભદેવના પુત્ર ભરત હતા. પ્રિયવ્રત વંશના ઋષભદેવ અને જયંતીના સો પુત્રોમાંનો મોટો પુત્ર એટલે ભરત. તે વિશ્વરૂપ રાજાની પુત્રી પંચજનીને પરણ્યા. તેથી તેને સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમકેતુ એ પાંચ દીકરા થયા. ભરત પરાક્રમી હોવાથી તેના નામ ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડેલું છે. તેણે ઉત્તમ પ્રકારે પ્રજાનું પાલન કર્યું. અનેક પ્રકારના યજ્ઞો કર્યા. આ ભરત રાજા એક કરોડ વર્ષ રાજ્ય કરી પુલહ ઋષિના આશ્રમમાં ગંડકી નદીને તીરે તપ કરવા ગયા, પણ દૈવગતિને બળે હરણના બચ્ચામાં મમતા રહી જવાથી તેને મૃગયોનિ પ્રાપ્ત થઈ.

મૃગદેહનો ત્યાગ કર્યા પછી અંગિરા કુળના એક ધર્મસંપન્ન બ્રાહ્મણને ત્યાં તેનો અવતાર થયો. ભરત નામે આ બ્રાહ્મણ અવતારમાં પણ કોઈનો સંગ ન થાય તેવી રીતે પોતે ઉન્મત્ત, જડ, આંધળા તથા બહેરાની માફક રહેવા લાગ્યા. તેથી તેનું નામ જડભરત પડ્યું. એક વખત કોઈ રાજા તેને દેવીનો ભોગ આપવા પકડી ગયા, તો પણ સ્થિર રહ્યા. સિંધુ દેશના રહૂગણ રાજાને જ્ઞાન આપ્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયની માન્યતા પ્રમાણે જડભરતના દેહત્યાગ બાદ નિષ્કુળાનંદ સ્વામીરૂપે અવતર્યા ત્યારે તેમનું આત્યંતિક કલ્યાણ થયું.

ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા અંત્ય ૧૭માં ભરતજીનું આખ્યાન સંભળાવીને બોધ આપ્યો છે: “અનંત પ્રકારનાં પાપ છે પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે.”

Jad Bharat

People in Shastras

In his previous birth, Jad Bharat was the son of Rushabhdev. Bharatji was the eldest son of Rushabhdev (a descendant of Priyavrat) and Jayanti. He married Panchjani, daughter of King Vishwarup. They had five children: Sumati, Rashtrabhrut, Sudarshan, Avaran, and Dhumraketu. Bharatji was a heroic prince; hence, the country was named Bharatvarsh after him. He cared for his subjects and performed many sacrificial yagnas. He lived 10 millions years and sought solitude in the hermitage of Pulah Rushi (Pulhāshram), on the banks of Gandaki River, to perform austerities. However, he developed intense affection for a baby deer and reincarnated as a deer in his next life.

After the death as a deer, he was reborn as Bharat in a dharma-centric brahmin family. He retained memory of becoming attached to a deer; therefore, he remained aloof from his relatives, lest he become attached to them. He behaved as if he was mad, blind, deaf, and ignorant. Therefore, he is known as Jad Bharat. (‘Jad’ means ignorant.) Once, a king caught him to sacrifice him to a goddess; however, he remained unmoved and fearless. He also gave wisdom to King Rahugan of Sindh region.

As according to the beliefs of the Swaminarayan Sampraday, Bharatji’s third birth was as Nishkulanand Swami for his ultimate kalyān.

Bhagwan Swaminarayan narrated the story Bharatji in Vachanamrut Gadhada III-17, saying that having affection for anything other than God is a sin.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૪૨

  લોયા-૧૪

  ગઢડા મધ્ય-૨૧

  ગઢડા મધ્ય-૨૭

  ગઢડા મધ્ય-૬૦

  ગઢડા અંત્ય-૨૧

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase