॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

શિશુપાલ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

શિશુપાળ દમઘોષ અને શ્રુતશ્રવાનો પુત્ર હતો. તે જન્મ્યો ત્યારે તેને ત્રણ આંખ અને ચાર હાથ હતા અને ગર્દભ જેવો અવાજ કરતો હતો. આથી તેની માતાએ તેને ત્યજી દેવા વિચાર્યું, પણ આકાશવાણીએ જણાવ્યું, “તે ખૂબ બળવાન થશે અને જેના ખોળામાં બેસતાં તેના બે હાથ અને ત્રીજું નેત્ર ખરી પડે તેના હાથે મૃત્યુ થશે.” પછી તેની ફોઈના દીકરા શ્રીકૃષ્ણના ખોળામાં બેસતાં બે હાથ અને ત્રીજું નેત્ર ખરી પડ્યું. આથી કૃષ્ણ દ્વારા પોતાના પુત્રનો વધ જાણી શ્રુતશ્રવાએ શિશુપાળને ન મારવા કહ્યું. કૃષ્ણ તેના સો અપરાધ ક્ષમા આપવા વચનબદ્ધ થયા. તેનાં લગ્ન રુક્મિણી સાથે થવાનાં હતાં પણ કૃષ્ણે તેનું હરણ કરતાં તેને કૃષ્ણ સાથે વેર બંધાયું. રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે કૃષ્ણને અગ્રસ્થાન આપ્યું ત્યારે તેણે કૃષ્ણનું અપમાન કર્યું ને આ સાથે તેના સો અપરાધ પૂરા થતાં કૃષ્ણે સુદર્શન ચક્ર વડે માથું કાપીને તેનો વધ કર્યો.

Shishupāl

People in Shastras

Shishupāl was the son of Damghosh and Shrutashravā. He was born with four arms and three eyes. He also made sounds like a donkey. His mother thought about abandoning him; however, a voice from the sky prophesied, “He will be very powerful. In whoever’s lap he sits on causes him to lose his two arms and the third eye, they will be the cause of his death.” When he sat in Krishna’s lap, he lost his two extra arms and the third eye. (Krishna was his paternal aunt’s son.) Shrutashravā urged Krishna not to kill Shishupāl. However, Krishna gave his word to forgive him 100 times for 100 offences.

He was to marry Rukmini, which was arranged by her brother Rukmaiyā; however, Krishna abducted Rukmini (on her request) and married her, so he developed enmity toward Krishna. When Yudhishthir performed the Rājasuya yagna, he gave Krishna a prominent place. Shishupāl insulted Krishna 100 times and on the 101st offence, Krishna killed him by beheading him with his Sudharshan Chakra.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૩૦

  ગઢડા અંત્ય-૩૫

  જેતલપુર-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase