॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
માનકુવાના કૃષ્ણજી
સત્સંગી ભક્તો
કચ્છના માનકુવા ગામમાં મૂળજી અને કૃષ્ણજી એ નામે બે બ્રાહ્મણો રહેતા હતા. તેઓ શ્રીહરિના આશ્રિત હતા. તેઓ ખેતી કરીને જીવનનિર્વાહ કરતા. એક વાર સભામાં શ્રીહરિએ ત્યાગી થવા બધાને પડકાર ફેંક્યો ત્યારે આ બંને તૈયાર થયા. શ્રીહરિ કહે, “તમારા મનને પૂછી આવો.” તેઓએ તેમ કર્યું. શ્રીહરિ કહે, “જાવ તમને ગૃહસ્થાશ્રમ બંધન નહીં કરે.” પણ તેમને સંસારમાં ન ફાવ્યું એટલે ગઢડામાં જ રહેવા લાગ્યા. ઘરેથી પત્ર આવતાં શ્રીહરિએ તેમને ઘરે જવાની આજ્ઞા કરી. રસ્તામાં સંબંધીઓને સમજાવ્યા પણ ન માન્યા. બંનેએ પોતાની ઇન્દ્રિય કાપી નાંખી. શ્રીહરિને આ વાતની ખબર પડતાં વિમુખ કર્યા. ઘણું અપમાન કર્યું, છતાં શ્રીહરિનો મહિમા સહિતનો નિશ્ચય લેશ પણ ન ડગ્યો. તેથી શ્રીહરિ પ્રસન્ન થયા અને બંનેને દીક્ષા આપી. મૂળજીનું નામ ‘ઘનશ્યામાનંદ સ્વામી’ પાડ્યું અને તેમને જૂનાગઢ મોકલ્યા. કૃષ્ણજીનું નામ ‘સર્વજ્ઞાનંદ સ્વામી’ પાડ્યું અને તેમને અમદાવાદ મંદિરના મહંત કર્યા.
Krishnaji of Mānkuvā
Satsangi Bhaktas
Mulji and Krishnaji were two brāhmin devotee brothers from Mānkuvā of Kutch region. They were farmers. Once, Shriji Maharaj asked if anyone would volunteer to become sadhus. These two brothers readily volunteered. Maharaj said to ask their mind for permission. They said our conscious gives permission. However, Maharaj told them to remain as gruhasthas and the life of a householder will not bind them. However, they did not like this life and started to live in Gadhadā. Their family sent letters to Gadhadā to have them return. Maharaj told them to return home, and they met their relatives on the way back. They tried to convince their family to let them remain in Gadhadā, but they did not consent. They cut off their genitals. Shriji Maharaj found out and excommunicated them. He also intentionally insulted them, yet their conviction in Shriji Maharaj did not sway. Maharaj became pleased and gave both dikshā. He named Mulji Ghanshyāmānand Swāmi and sent him to Junāgadh. He named Krishnaji Sarvagnānand Swāmi and appointed him as the mahant of Amdāvād.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.