॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રાજબાઈ

સત્સંગી ભક્તો

ગામ વાંકિયાના રાજબાઈ શ્રીજીમહારાજનાં એકાંતિક ભક્ત હતાં. જીવુબાનાં તેઓ માસિયાઈ બહેન હતાં. શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન છે તેવો પ્રથમ દર્શને જ તેમને નિશ્વય થઈ ગયો હતો. તેથી આ દેહે અષ્ટાંગ બ્રહ્મચર્ય પાળવાનો તેમણે દૃઢ નિર્ણય કરેલો. એક વાર સાસરેથી ચૂંદડી અને નારિયેળ આવ્યાં ત્યારે તેમના સંકલ્પમાત્રે ચૂંદડી બળવા લાગી. લગ્નના દિવસે રાત્રે તેમના પતિને રાજબાઈના સ્થાને સિંહ દેખાયો, તેથી સાસુએ તેમને ગઢડે જવા રજા આપી દીધી. રાજબાઈની ભક્તિ અને ઉત્કૃષ્ટ નિશ્ચય જોઈ તેમના સર્વ સંબંધીઓ પણ મહારાજના આશ્રિત થયા. તેમનો વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતો, તેથી જ તો તેઓ ધામમાં પધાર્યા ત્યારે અગ્નિ પણ તેમના શરીરને સ્પર્શ કરી શકતો નહોતો.

Rājbāi

Satsangi Bhaktas

Rājbāi was an ekāntik bhakta of Shriji Maharaj from the village Vānkiyā. She was Jivubā’s cousin sister from her mother’s side. She understood Maharaj to be supreme on her first darshan; therefore, she was determined to observe celibacy. Once, she received a sari and a coconut (sent by the groom’s side before marriage). She wished for the sari to burn and it actually started to burn. On the night of their marriage, her husband saw a lion in place of her. Therefore, her mother-in-law gave her permission to go to Gadhadā (where Maharaj resided). Seeing her devotion and faith, her family also became satsangis. Her vairāgya was of the highest level; therefore, when she died, Agnidev was not able to burn her body.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૩

  ગઢડા અંત્ય-૨૪

  ગઢડા અંત્ય-૨૫

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase