॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વિશ્વામિત્ર
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
વિશ્વામિત્ર કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર અને અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય હતા. ક્ષત્રિયા વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેમણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું. તેમણે બ્રાહ્મણત્વ માટે હજારો વર્ષ તપ કર્યું. તે તપના પ્રભાવથી દેવોએ તેમને બ્રહ્મર્ષિ કહ્યા પણ વશિષ્ઠ તો તેને રાજર્ષિ કહીને બોલાવતા. આથી વિશ્વામિત્રે વશિષ્ઠના સો પુત્રોને મરાવી નાખ્યા ને તેને મારી નાખવા તૈયાર થયા. એક રાત્રે વશિષ્ઠના મોઢેથી વિશ્વામિત્રના તપનાં વખાણ સાંભળી, મારવા આવેલા વિશ્વામિત્ર વશિષ્ઠને પગે પડ્યા. જ્યારે તેનું નિરાભિમાન જોયું ત્યારે વશિષ્ઠ વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહ્યા. રાજાઓને સલાહ આપવામાં એ એક મોટા પ્રધાન જેવા હતા. તેમણે ધનુર્વેદ પ્રથમ ક્ષત્રિયોને શીખવ્યો હતો. તેમણે ધનુર્વિદ્યાનો મહાન ગ્રંથ રચ્યો છે.
Vishwamitra
People in Shastras
Vishwāmitra was the son of King Gādhi of the Puru dynasty of kings from Kānyakubja. He was also the preceptor of the royal families of Ayodhyā. He was born a kshatriya but performed austerities to acquire the brāhmin status. The devas referred to him as a brahmarshi (one who endeavors to contemplate on God continuously while identifying self as Brahman); however, Vashishtha still called him a rājarshi (one who has a refuge in God, obeys his commands while remaining engaged in social duties). This angered Vishwāmitra and he killed Vashishtha’s 100 sons. He was also ready to kill Vashishtha; however, one night, he overheard Vashishtha compliment his austerities. Vishwāmitra fell to his feet. Seeing his humility, Vashishtha called him a brahmarshi. He was a great minister who advised many kings. He taught the art of archery to the khatriyas and wrote the first granth on archery.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.