॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
સોમલા ખાચર
સત્સંગી ભક્તો
બોટાદના સોમલા ખાચર શ્રીજીમહારાજના પરમ કૃપાપાત્ર ભક્તરાજ હતા. વ્યવહારે ખૂબ જ સુખી હતા. ગરાસની સારી એવી જમીન હતી. બે પુત્રો યુવાન વયે જ મૃત્યુ પામ્યા છતાં શોક ન કર્યો અને ગરાસની બધી જમીન શ્રીજીમહારાજને અર્પણ કરીને બધો ઠાઠમાઠ છોડી, સફેદ કપડાં પહેરી, પાર્ષદ તરીકે શૂરવીરતાપૂર્વક મહારાજની સેવા કરતા. ખોખરા મહેમદાવાદમાં લોલંગર બાવાએ શ્રીજીમહારાજને જે ઉપાધિ કરવા ધારી હતી તે પ્રસંગે સોમલા ખાચરની શૂરવીરતાનું બધાને દર્શન થયું હતું.
તેમની શ્રીહરિ પ્રત્યેની નિર્દોષબુદ્ધિ પણ અનન્ય હતી, જેની વાત શ્રીજીમહારાજે વચનામૃત કારિયાણી ૬માં કરી છે, “અમારા સ્વભાવને તો મૂળજી બ્રહમચારી ને સોમલા ખાચર આદિક જે હરિજન છે તે કેટલાંક વર્ષથી અમારી પાસે રહે છે તે યથાર્થ જાણે છે.” વળી, તેમની સદાય એકસરખી રહેણી-કરણીની વાત પણ વચનામૃત ગઢડા અંત્ય ૨૪માં શ્રીહરિએ કરી છે.
Somlā Khāchar
Satsangi Bhaktas
Somlā Khāchar of Botād was a great devotee of Shriji Maharaj who received Maharaj’s grace. He was financially happy as he owned sizable property. Although his two sons died in young age, he did not grieve. He gave away all his property to Shriji Maharaj, renounced his wealth, and became a pārshad to serve Shriji Maharaj. When Lolangar Bāwo plotted to harass Shriji Maharaj in Khokharā Memdāvād, everyone saw Somlā Khāchar’s bravery in thwarting Lolangar.
Somlā Khāchar perceived all of Maharaj’s actions as divine. Shriji Maharaj has praised him in Vachanamrut Kāriyāni 6: “Devotees such as Mulji Brahmachāri, Somlā Khāchar and others who have been staying close to Me for so many years, know My nature...” Moreover, Maharaj has praised Somlā Khāchar’s consistent behavior in Vachanamrut Gadhada III-24.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.