॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કાશીદાસ

સત્સંગી ભક્તો

બોચાસણના કાનદાસના પુત્ર કાશીદાસને બાળપણમાં વર્ણવેશધારી મહારાજનો યોગ થયો હતો, પણ વર્ષો પછી ગઢપુરમાં મહારાજ પાસે વર્તમાન ધરાવી આશ્રિત થયા. તેમણે મહારાજને માફામાં બેસાડી પોતાના સંબંધીઓનાં ૧૨ ગામમાં પધરામણી કરાવી સત્સંગ કરાવેલો. એક વખત તેમને તમાકુના વેપારમાં ખોટ ગઈ અને નાણાં ભરપાઈ ન થવાથી છ માસની કેદ થઈ. પણ મહારાજે ઐશ્વર્ય વાપરી તેમને ખેડાથી ગઢડામાં મૂકી રક્ષા કરી. અન્ય એક પ્રસંગે તેમની હવેલી બળી ત્યારે પણ મહારાજે દિવ્ય દેહે પધારી પોતાના હાથ વડે આગ ઓલાવી રક્ષા કરી હતી. મહારાજે બોચાસણમાં કાશીદાસને કોલ આપેલો, “અહીં તો અમે અમારા અક્ષરધામ સહિત બિરાજશું.” અનેક પ્રસંગે મહારાજે કાશીદાસને આશીર્વાદ આપ્યા હતા, “અમે બોચાસણમાં સર્વોપરી મંદિર કરીશું.”

Kāshidās

Satsangi Bhaktas

Kāshidās of Bochāsan was the son of Kāndās. He first met Shriji Maharaj as Nilkanth Varni when he was a child. Years later, he met Maharaj in Gadhpur and accepted the vows of Satsang. He had Maharaj sit in a chariot and took him around 12 villages to spread satsang. Once, he suffered a loss in the selling of tobacco and was unable to pay his debts. He was jailed for six months; however, Maharaj used his divine powers to transport him to Gadhadā. In another incident, his mansion caught fire. Maharaj arrived in a divine form to put the fire out with his hands. Maharaj had also promised Kāshidās in Bochāsan, “Here, I will reside with my Akshardhām.” In another incident, Maharaj promised, “I will build a grand mandir in Bochāsan.”

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  કારિયાણી-૭

  ગઢડા મધ્ય-૫૯

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase