॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સનકાદિક

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

બ્રહ્માના ચાર માનસપુત્રો સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર સનકાદિક ઋષિ તરીકે ઓળખાય છે. બ્રહ્માજીએ તેમને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે સર્જ્યા હતા, પરંતુ તેઓએ સૃષ્ટિસર્જનમાં જોડાવાની ઇચ્છા ન દર્શાવી અને અખંડ બ્રહ્મચર્યનું પાલન કરવાની ઇચ્છાથી સદા શિશુ અવસ્થા ધારણ કરવાનું વરદાન મેળવ્યું. તેઓ બ્રહ્માના નાકમાંથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે. તેઓ હંમેશાં ૫-૬ વર્ષના બાળક જેવા અને એકસરખા જ દેખાતા હતા. નાના દેખાતા હોવા છતાં તે મોટા બ્રહ્મનિષ્ઠ હતા. ભગવાન વિષ્ણુના દ્વારપાળ જય અને વિજયે તેમને વૈકુંઠમાં પ્રવેશવા ન દીધા અને મશ્કરી કરી, તેને કારણે સનકાદિકે તેમને શાપ આપ્યો અને જય-વિજય પૃથ્વીલોકમાં ત્રણ જન્મ ભગવાનના વિરોધી તરીકે થયા.

Sanakādik

People in Shastras

Brahmā’s four sons, Sanak, Sanandan, Sanātan, and Sanatkumar, are known collectively as Sanakādik Rishis. Brahmāji created them to populate the creation; however, they did not show any desire and observed celibacy instead. They acquired a boon to remain forever in their childhood - about 5 to 6 years of age and are all alike in appearance. They are believed to have been born from Brahmā’s nose. Despite young age, they are brahma-nishtha (knower of Brahma). Bhagwan Vishnu’s gatekeepers, Jay and Vijay, did not let them in Vaikunth and ridiculed them, so they cursed them to be born as asurs on the earth.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase