॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
રઘુનાથદાસ
સત્સંગી ભક્તો
રઘુનાથદાસ રામાનંદ સ્વામીનો શિષ્ય હતો, પણ તે આસુરી બુદ્ધિવાળો હતો. જ્યારે રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની ઓળખાણ આપતા, ત્યારે રઘુનાથદાસનું અંતર ઈર્ષ્યાગ્નિથી બળતું. રામાનંદ સ્વામી અને શ્રીહરિ તેને નભાવતા, પણ તે પોતાની ઉદ્ધતાઈ છોડતો નહીં. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી ત્યારે તે એમ માનતો કે રામાનંદ સ્વામીનો વારસદાર હું જ છું. સં. ૧૮૫૮ માગશર સુદ તેરસે રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા ત્યારે સૌ શોકમગ્ન બની ગયા, પરંતુ રઘુનાથદાસ સ્વસ્થ હતો કારણ કે તેને ગાદી પચાવવાની લાલચ હતી. તે સત્સંગમાં કોઈને સુખ લેવા દેતો નહીં. તેથી મહારાજે યુક્તિપૂર્વક તેને અમદાવાદ મોકલ્યો. ત્યાં પણ ખૂબ ઉપાધિઓ કરી તેથી સૌ મોટેરા સંતો-ભક્તોની ઇચ્છા પ્રમાણે મહારાજે તેને વિમુખ જાહેર કર્યો હતો.
Raghunāthdās
Satsangi Bhaktas
Raghunāthdās was a disciple of Rāmānand Swāmi. He had a demonic nature, however. Whenever Rāmānand Swāmi introduced Sahajānand Swāmi as his heir, Raghunāthdās would burn with envy. Both Rāmānand Swāmi and Shriji Maharaj tolerated him and sustained him in Satsang, however, he never let go of his impudence. When Rāmānand Swāmi handed the reigns of the sampradāy to Shriji Maharaj, he spoke out saying he is the rightful heir. On Māgshar sud 13 of Samvat 1858, when Rāmānand Swāmi passed away, everyone was struck with grief except Raghunāthdās because his only care was to take the place of Rāmānand Swāmi. He caused others misery in satsang; therefore, Maharaj sent him to Amdāvād. There, he cause much trouble among the devotees. With consent from the senior sadhus and devotees, Maharaj announced his excommunication from Satsang.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.