॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
રાણા રાજગર
સત્સંગી ભક્તો
કાઠિયાવાડમાં રાજકોટ નજીક ગોલીડા ગામના રાણો અને તેના ભાઈઓ, ભીમ, વશરામ અને રાઘવ મહારાજનાં પ્રથમ દર્શને જ વર્તમાન ધારણ કરી દૃઢ આશ્રિતા થયા હતા. તેમણે મહારાજ પાસે વરદાના માંગ્યું, “અમારા ગામમાં કે સીમમાં કોઈને પણ જમ લેવા ન આવે.” એક વાર એક સત્સંગના દ્વેષીને જમ તેડવા આવ્યા ત્યારે નિષ્ઠાના બળથી રાણા અને તેના ભાઈઓએ જમને કાઢી મૂક્યા. રાણો માતાની સેવા કરવા તૈયાર થયો, તેથી તેમના માતાએ તેના બે ભાઈઓને સાધુ થવા રજા આપી હતી. તે બંને ભાઈઓને શ્રીહરિએ દીક્ષા આપી. એકનું નામ ‘રાઘવાનંદ’ અને બીજાનું નામ ‘વિશ્વાત્માનંદ’ પાડ્યું હતું. તેઓ ‘જમતગડા સાધુ’ તરીકે ઓળખાતા. રાણો ધામમાં ગયો ત્યારે પોતાના દીકરાને ધામમાં સાથે લઈ ગયો અને માતાને કહેતો ગયો, “મારા બારમાના દિવસે તમને તેડવા આવીશ.” અને એમ જ બન્યું હતું.
Rānā Rājgar
Satsangi Bhaktas
Rānā Rājgar and his brothers, Bhim, Vashrām, and Rāghav were deveotees of Shriji Maharaj from Golidā in Rajkot district. They all became satsangis upon their first darshan of Maharaj. They had asked Maharaj for a boon that no Jamduts shall come to our village to take them to narak. Once, the Jamduts came to take someone who opposed Satsang. However, with the strength of their conviction in Maharaj, they chased away the Jamduts. The brothers wanted to become sadhus; however, someone needed to take care of their mother. Rānā agreed to serve their mother, so two brothers became sadhus. Maharaj named them Rāghavānand and Vishwātmānand. However, they were known as ‘Jam-tagadā sadhus’ (sadhus who chased the Jamduts away). When Rānā went to dhām, he took his son and told his mother that he’ll come for her on the twelfth day. This is exactly what happened.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.