॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વલ્લભાચાર્ય

આચાર્યો

વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગના પ્રવર્તક અને વૈષ્ણવ ધર્મના પ્રસિદ્ધ આચાર્ય હતા. તેમનો જન્મ સં. ૧૫૩૦માં કાશી નજીક થયો હતો. અગિયાર વર્ષની ઉંમરે તેમના પિતા સ્વર્ગવાસી થતાં તેમના મનમાં ઘણી ઉદાસી થઈ અને ભગવદ્‍ભક્તિ તરફ તેમનું વલણ થયું. તેમને ગોપીનાથ અને વિઠ્ઠલનાથ એમ બે પુત્રો હતા. વૃંદાવનમાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણ પ્રગટ થઈ બાલ ગોપાલસ્વરૂપની ઉપાસના કરવાની આજ્ઞા દીધી. તેથી તેમણે બાલગોપાલની ઉપાસનાનો આરંભ કર્યો અને નવો સંપ્રદાય સ્થાપી શુદ્ધાદ્વૈત મતનું સ્થાપન કર્યું. તેમણે વિરોધી મતવાદીઓને શાસ્ત્રાર્થમાં હરાવીને આચાર્યપદ પ્રાપ્ત કર્યું. તેમણે શ્રીમદ્ ભાગવત પર સુબોધિની ટીકા, વ્યાસ સૂત્ર ઉપર ભાષ્ય, ગીતા ઉપર ટીકા, તથા બીજા અનેક ગ્રંથોની રચના કરી. તેમણે પોતાની યાત્રા દરમિયાન જે જગ્યાએ બેસી પ્રવચન કરેલું તે સ્થાન આજે મહાપ્રભુજીની બેઠકને નામે ઓળખાય છે. આ બેઠકની સંખ્યા ચોર્યાસી છે.

Vallabhāchārya

Acharyas

Vallabhācharya is the promoter of the Pushtimarg and the well-known āchārya of the Vaishnav Dharma. He was born in Samvat 1503 near Kashi. His father died at the age of eleven, causing him some distress. However, he was encouraged toward the worship of God. He had two sons by the name of Gopinath and Viththalnath. Krishna Bhagwan became pleased with his devotion in Vrundavan and appeared before him. Krishna Bhagwan commanded him to start the worship of his childhood form Gopalswarup. Therefore, he started the upāsanā of Bal-Gopal and established a new sampradāy that preached the Shuddhādvait philosophy. He defeated others who opposed him in debate and gained the status of an āchārya. He has written Subodhini critique on the Shrimad Bhāgwat, a commentary on the Vyās Sutra, a critique on the Gita, and other such scriptures. During his travels, wherever he sat and spoke is known as the ‘Mahāprabhujini Bethak’. There are 84 such spots.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  લોયા-૧૪

  ગઢડા મધ્ય-૪૩

  વરતાલ-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase