॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

સ્વયંપ્રકાશાનંદ સ્વામી

પરમહંસો

સ્વયંપ્રકાશાનંદ સ્વામી મૂળ બંગાળ દેશના હતા. કલકત્તા પાસેના એક ગામમાં વૈરાગીની મોટી જગ્યા હતી. તેમાં ૨૦૦ વેરાગી રહેતા હતા. સ્વયંપ્રકાશાનંદ સ્વામી તેના મહંત હતા. તેઓ મહારાજનો પ્રતાપ સાંભળી પોતાના દસ-બાર ચેલાઓ સાથે દ્વારકાની યાત્રાએ નીકળ્યા હતા. ફરતાં ફરતાં લોજ આવ્યા અને સદાવ્રતની જગ્યામાં ભિક્ષા લેવા ગયા, ત્યાં મહારાજનાં દર્શન થતાં જ તેઓને સમાધિ થઈ ગઈ. તેમાં બદરિકાશ્રમમાં નરનારાયણનાં, શ્વેતદ્વીપમાં વાસુદેવ નારાયણનાં દર્શન થયાં. પછી શ્રીજીમહારાજને અક્ષરધામમાં સિંહાસના ઉપર અનંત કોટિ મુક્તોથી વીંટળાયેલા ને અપાર દિવ્ય-ઐશ્વર્યશક્તિએ યુક્ત જોયા. અંતરમાં શાંતિ થઈ અને તેમની વૃત્તિ મહારાજને વિષે સ્થિર થઈ ગઈ. તેમની પાસે ત્રણસો સોનામહોર, સોનાની કંઠી અને કડાં હતાં. મહારાજના કહેવાથી તે પોતાના શિષ્યોને આપી વિદાય કર્યા અને પોતે મહારાજ પાસે દીક્ષા લઈ ‘સ્વયંપ્રકાશાનંદ’ નામે પ્રસિદ્ધ થયા. આ સંત વૈરાગ્યની પરાકાષ્ઠાવાળા, નિયમધર્મમાં શૂરા-પૂરા અને સમાધિનિષ્ઠ હતા. વચનામૃત ગઢડા અંત્ય ૨૪માં સ્વયંપ્રકાશાનંદ સ્વામીનું ‘નિશ્ચય તથા માહાત્મ્ય’નું અંગ છે એમ કહી શ્રીહરિએ તેમની પ્રશંસા કરી છે.

Swayamprakāshānand Swāmi

Paramhansas

Swayamprakāshānand Swāmi was originally from Bengāl. In one village of Kolkata, Swayamprakāshānand Swāmi was the mahant of a big place where 200 ascetics lived. He heard the greatness of Shriji Maharaj and left for the pilgrimage of Dwārikā with 10 or 12 disciples. He arrived in Loj. He went to an almshouse for food and had darshan of Maharaj. He experienced samādhi upon seeing Maharaj. In samādhi, he saw Narnārāyan in Badrikāshram and Vāsudevnārāyan in Shvetdwip. Then, he saw Shriji Maharaj possessing unlimited powers and surrounded by infinite aksharmuktas in Akshardham. He felt peace and his mind became engrossed in Maharaj’s murti. He had 300 gold coins, a gold kanthi and gold bracelets. As per Maharaj’s advise, he gave them to his disciples and sent them on their way. He obtained dikshā from Maharaj and was named ‘Swayamprakāshānand’. Swayamprakāshānand Swami was the epitome of renunciation, courageous in observing niyams and dharma, and experienced samādhi. In Vachanamrut Gadhada III-24, Maharaj praised his strength of knowing the greatness of God and having conviction in God’s form.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase