॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
જરાસંધ
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
જરાસંધ મગધ દેશનો રાજા અને બૃહદરથનો પુત્ર હતો. રાજા બૃહદરથને પુત્ર થતો ન હતો. આથી રાજ્ય છોડી વનમાં ગયા. ત્યાં એક મુનિને રત્નો આપ્યાં. આથી મુનિએ અભિમંત્રિત કરેલું ફળ આપ્યું. આ ફળ રાજાની બંને રાણીઓ અડધું કરી ખાઈ ગઈ. આથી બંનેને અડધિયો બાળક જન્મ્યો. આથી બંનેએ તેને ફેંકી દીધો અને જરા નામની રાક્ષસીએ સાંધ્યો અને જીવતો કર્યો. આથી જરાસંધ કહેવાયો. તેની બે પુત્રીઓનાં લગ્ન કંસ સાથે થયાં હતાં. તે કૃષ્ણ સાથે સત્તર વાર યુદ્ધમાં હારેલો અને ૧૮મી વાર ૨૩ અક્ષૌહિણી સેના સાથે આવ્યો ત્યારે શ્રીકૃષ્ણ મનુષ્યચરિત્ર કરી ત્યાંથી ભાગીને એક પર્વત પર સંતાયેલા (બલરામ પણ સાથે હતા). જરાસંધ પર્વતને સળગાવી કૃષ્ણ (અને બલરામ) માર્યા ગયા એમ સમજી પાછો વળ્યો, પણ કૃષ્ણ (અને બલરામ) તો પર્વત ઓળંગી નીચે આવી ગયેલા. પછી રાજસૂય યજ્ઞ વખતે કૃષ્ણ, અર્જુન અને ભીમસેન જરાસંધ પાસે બ્રાહ્મણવેશે આવ્યા ને દ્વંદ્વ યુદ્ધની માંગ કરી. યુદ્ધમાં ભીમે બે ફાડિયા કરતો પણ ફરી સંધાઈ જતા, પછી શ્રીકૃષ્ણ યુક્તિ. પછી શ્રીકૃષ્ણ યુક્તિ બતાવતાં બંને ફાડિયાને અલગ-અલગ દિશામાં નાંખતાં ફરી જોડાયા નહીં. ૧૩ દિવસે યુદ્ધ પૂરું થયું, પછી તેણે બંદી બનાવેલા ૨૦,૦૦૦ રાજાઓને મુક્ત કર્યા અને તેનો પુત્ર સહદેવ રાજા બન્યો.
Jarāsandh
People in Shastras
Jarāsandh was the king of Magadh. He was the son of King Bruhadrath. Bruhadrath did not have any children. He went to the forest and pleased a rishi. The rishi gave Bruhadrath a fruit that would bear him a child. His two queens divided the fruit and ate the halves. Both queens gave birth to half of a child. Disgusted by the halves, they threw the halves away. A rākshasi named Jarā found the two halves and put them together and the child came to life as one. Therefore, he became known as Jarāsandh. His two daughters were married to Kansa. He had lost to Krishna 17 times in battle. When he came to fight Krishna the 18th time, Krishna (along with Balrām) fled and climbed a mountain. Jarāsandh set the mountain on fire from all sides. He thought Krishna would have burned to death and so he retreated. However, Krishna and Balrām actually jumped over the mountain and safely escaped. When Jarāsandh was prepared to perform the Rājasuya yagna, Krishna, Arjun, and Bhimsen went to him disguised as brāhmins. Jarāsandh recognized them but he granted their wish. Krishna asked Jarāsandh for a one-on-one duel and to pick one of them. Jarāsandh picked Bhimsen to be his equal in match. Bhimsen and Jarāsandh wrestled for 13 days. He tried to rip his body into two but each time, the body would become whole again. On the last day, Krishna told him to throw the two halves in opposite directions. Bhimsen tore his body into two and threw the two pieces in opposite directions and killed Jarāsandh. Krishna, Arjun, and Bhim released the 20,000 kings Jarāsandh captured for the yagna and made his son Sahadev the king.
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.