॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

રાવણ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

બ્રહ્માના માનસપુત્ર પુલસ્ત્ય ઋષિનો પૌત્ર તથા વિશ્રવા ઋષિ અને કૈકેસીનો પુત્ર. તેને જન્મથી જ દશ માથાં હતાં. પૂર્વકાળમાં એક વિશાળ વનમાં ૧૦,૦૦૦ વર્ષ તપ કરી બ્રહ્માને પોતાનાં મસ્તકોનો બલિ આપ્યો હતો. તે વેદો વગેરે શાસ્ત્રોનો વિદ્વાન હતો. તેણે અર્કપ્રકાશ, કુમારતંત્ર, ઇન્દ્રમલ, પ્રાકૃતકામધેનુ, રાવણસંહિતા, શિવમહિમ્નસ્તોત્ર જેવા ગ્રંથો તથા વેદો પર ભાષ્ય લખેલાં. સૂર્ય અને ચંદ્રને ઉદયકાળમાં હાથ વડે રોકી શકતો હતો. તેને મનુષ્ય સિવાય દેવતા, દાનવ, ગાંધર્વ, પિશાચ, પક્ષી સર્વે થકી અભયત્વ પ્રાપ્ત થયેલું. કુબેરને યુદ્ધમાં હરાવીને એની ઇચ્છા પ્રમાણે ચાલતા પુષ્પક વિમાનને પડાવી લીધેલું. દાનવરાજ મયે પણ ગભરાઈને પોતાની દીકરી મંદોદરી રાવણને અર્પણ કરેલી. રામચંદ્રજી, સીતા અને લક્ષ્મણ સહિત જ્યારે પંચવટીમાં રહેતા હતા, ત્યારે રાવણ કપટથી સીતાનું હરણ કરી ગયો. રામ વાનરોના સૈન્ય સાથે લંકા ઉપર ચડી આવ્યા. યુદ્ધની અંદર ઇન્દ્રજિત, કુંભકર્ણ આદિ સર્વ રાક્ષસો મરણ પામતાં છેવટે પોતે પણ પોતાના અહંકારને કારણે રામના હાથે મરાયો.

Rāvan

People in Shastras

Rāvan was the granson of Pulastya, the human son of Brahmā and the son of Vishravā Rishi and Kaikesi. He was born with 10 heads. In his past life, he please Brahmā by performing penance for 10,000 years in a dense forest and offered his heads in sacrifice. He was well versed in the Vedas and other scriptures. He wrote many scriptures and commentaries on the Vedas.

He was able to stop the rising of the sun and the moon with his hands. He had conquered the fear of beings such as the deities, celestial beings, ghosts, spirits, etc. He defeated Kuber and stole the Pushpak Vimān, the vehicle that could take him wherever he desired. Maya, the king of the asuras, was frightened by him and gave his daughter Mandodari in marriage. When Rām, Lakshman, and Sitā dwelled in Panchvati, he abducted Sitāji. Rām attacked Lankā with an army of monkeys and killed Indrajit (his eldest son), Kumbhkarna (his brother), and other demons. In the end, he also died at the hands of Rām.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૧૦

  ગઢડા મધ્ય-૪૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase