॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અનિરુદ્ધ

ઈશ્વરો

અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહમાંના (વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણમાંના) એક છે. તે ઈશ્વરકોટિનું ચૈતન્ય તત્ત્વ છે. તે પરબ્રહ્મના અનુપ્રવેશથી સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આ સ્વરૂપ પૃથ્વી પર અવતરતું નથી. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ આ ત્રણેયને શ્રીમદ્‌ભાગવતના અનુસંધાનમાં શ્રીજીમહારાજે સગુણ સ્વરૂપ કહ્યાં છે. વિરાટપુરુષની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયમાં આ ત્રણેય કાર્ય કરે છે, અને વિરાટપુરુષ પણ ઉત્પત્તિરૂપ અવસ્થાને વિષે અનિરુદ્ધની ઉપાસના કરે છે. તે પીતાંબર, વનમાળા, કિરીટ મુકુટ વગેરે શણગારો ધારણ કરે છે. તે ચતુર્ભુજ છે. તેમના ચારેય હાથોમાં જમણા નીચેના હાથથી આરંભીને અનુક્રમે અભય હસ્ત, પાંચ બાણ, ધનુષ્ય અને શંખ છે.

Aniruddha

People in Shastras

Aniruddha is one of the emanations of the chaturvyuha (the four emanations). He is of the ishwar category. He gains his powers when Parabrahma enters and inspires him. This form does not incarnate on the earth. Shriji Maharaj has said that Aniruddha, Pradyumna, and Sankarshan are sagun forms as according to the Shirmad Bhagwat. All three are engaged in the utpatti (creation), sthiti (sustenance), and pralay (destruction) phases of Virat-Purush. During the creation phase, Virat-Purush engages in the upāsanā of Aniruddha. He is ornate with a Pitambar, Vanmālā, Kirit Mukut, etc. He has four arms. In his four hands, starting with the lower right hand, he holds a abhay hasta (gesture of blessing), five arrows, dhanushya (bow), and shankha (conch shell).

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૬૬

  ગઢડા પ્રથમ-૭૮

  લોયા-૭

  પંચાળા-૨

  ગઢડા મધ્ય-૩૧

  વરતાલ-૨

  વરતાલ-૧૮

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase