॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

અખા

અન્ય પાત્રો

અખો એ એક ગુજરાતી કવિ હતા. તેમનો જન્મ અમદાવાદ નજીક જેતલપુરમાં સત્તરમી સદીમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ શ્રીમાળી સોની હતા. ગુરુની શોધમાં ગોકુળ જઈ બ્રહ્મસંબંધની વૈષ્ણવી દીક્ષા ગોકુલનાથજી પાસેથી લીધી. કાશીમાં બ્રહ્માનંદ નામના સાધુને તેમણે ગુરુ કર્યા અને તેમની પાસે ત્રણ વર્ષ રહી તેમણે પંચદશી, અધ્યાત્મ રામાયણ, ભગવદ્‌ગીતા, યોગવશિષ્ઠ અને ઉપનિષદોનો અભ્યાસ કર્યો. તેમના મુખ્ય ગ્રંથોમાં ચિત્તવિચારસંવાદ, અનુભવબિંદુ, બ્રહ્મલીલા, સંતપ્રિયા અને ૭૪૬ છપ્પા છે. લોકોમાં ચાલતી ઠગબાજી ને પાખંડ વખોડી કાઢી છપ્પામાં તેમણે લોકોને શિખામણ દીધી છે. તેમણે સમાજમાં ચાલતા પાખંડનું ખંડન કરતાં કરતાં કથા, કીર્તન, પૂજા, માળા, તિલક, ચાંદલો વગેરે ભક્તિની પરંપરાનું પણ ખંડન કર્યું છે. તેમના બનાવેલા વેદાંતના ગ્રંથમાં અખોગીતા મુખ્ય છે.

Akhā

Others

Akho was one Gujarati poet. He was born in the 17th century in Jetalpur (near Amdavad). He was a Shrimali Soni by caste. In search for a guru, he went to Gokul and obtained the Vaishnavi dikshā from Gokulnāthji. He accepted a guru by the name of Brahmānand and stayed with him for three years to learn Panchdashi, Adhyātma, Rāmāyan, Bhagwad Gitā, Yoga-Vashishta, and Upanishads. His main scriptures are Chitta-Vichar-Samvād, Anubhav-Bindu, Brahmalilā, Santpriyā, and 746 chhappās. In his chhappās, he exposed the thuggery and hypocrisy prevailing in society and gave people moral advice. However, while denouncing the hypocrisy of society, he started refuting kathā, singing God’s kirtans, God’s worship, tilak and chāndlo, etc. that are part of the bhakti traditions. Of his scriptures that he wrote, Akho-Gitā is the main one.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા મધ્ય-૩૫

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase