॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
પાર્વતીજી
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
જગતની આદ્યશક્તિ, ક્રિયાશક્તિરૂપે અભિવ્યક્ત થયાં તે ‘પાર્વતી’ કહેવાયાં. તેમનો પ્રથમ જન્મ દક્ષ પ્રજાપતિ ને પ્રસૂતિનાં પુત્રી સતીરૂપે થયો. બીજો જન્મ હિમાલય અને મેનાવતીના ઘરે થયો. શિવજી તેમના પતિ હતા. તેઓ પર્વતનાં પુત્રી હોવાથી ‘પાર્વતી’ તરીકે ઓળખાયાં. શરીરનો રંગ પૂર્વે શ્યામ હતો તેથી ‘કાલી’ કહેવાયાં અને શિવલિંગની સામે દીપ પ્રદાન કરવાથી ગૌર વર્ણ થયો. તેથી ‘ગૌરી’ પણ કહેવાયાં. કાર્તિકેય અને અને વિઘ્નેશ ગણપતિ તેમના બે પુત્રો હતા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પંચદેવ પૂજ્ય કહ્યા છે, તેમાં પાર્વતીજીનો સમાવેશ છે.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃત લોયા ૧૧માં પાર્વતીજીની પતિવ્રતાની ટેકને વખાણી છે.
Pārvatiji
People in Shastras
Pārvati is the manifestation of power. She was first born as Sati, the daughter of Daksha Prajāpati and Prasuti. In her next birth, she was born to Himālaya and Menāvati. Shivji was her husband. Because she was the daughter of a mountain (parvat - the Himālaya), she was known as Pārvati. She had a dark complexion in the past, so she was known as Kāli. She lighted a deep in front of the Shivling and became fair. Hence, she was known as Gauri. Kārtikeya and Ganpati were her two sons. Bhagwan Swaminarayan mentions five deities to be worshiped foremost among all, of which Pārvati is among the five.
Bhagwan Swaminaryan extolled Pārvatiji’s vow of fidelity toward Shivji in Vachanamrut Loyā 11.