॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

યુધિષ્ઠિર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

યુધિષ્ઠિર પાંડુ રાજા ને કુંતી થકી થયેલા ત્રણમાંથી સૌથી મોટા પુત્ર હતા. તે દુર્વાસાએ આપેલા મંત્રના પ્રભાવથી અને યમના અંશથી જન્મ્યા હતા. તેમનો સ્વભાવ પાપભીરુ, દયાળુ અને સત્યવાદી હતો. તે રથવિદ્યામાં પ્રવીણ હતા. તેમનું ઐશ્વર્ય જોઈને દુર્યોધને યુધિષ્ઠિરની કપટથી સંપત્તિ હરી લીધી અને વનમાં મોકલ્યા. અજ્ઞાતવાસમાં મત્સ્યદેશમાં વિરાટ રાજાના નગરમાં કંક નામે રહ્યા. અજ્ઞાતવાસ પછી રાજ્ય ન મળતાં શ્રીકૃષ્ણને વિષ્ટિ કરવા મોકલ્યા. અંતે મહાભારતનું યુદ્ધ થયું. યુધિષ્ઠિર માહેન્દ્ર નામનું ધનુષ રાખતા. યુદ્ધસમયે અનંતવિજય શંખ વગાડતા. રથની ધજામાં સુવર્ણનો ચંદ્ર અને નક્ષત્રગણ એવાં ચિહ્ન હતાં. કૌરવોનો પરાજય થવાથી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો. પાપ ધોવા માટે તેણે અશ્વમેધ યજ્ઞ આરંભ્યો. તેમાં અનેક બ્રાહ્મણોને અન્નદાન અને સુવર્ણદાન આપ્યું. તેમણે ધર્મનું સ્થાપના કરી પાંત્રીશ વર્ષ નીતિયુક્ત રાજ્ય કર્યું અને શ્રીકૃષ્ણના ધામગમન બાદ હસ્તિનાપુરના રાજ્યસિંહાસન ઉપર અર્જુનના પૌત્ર પરીક્ષિત રાજાને સ્થાપી, ચારે ભાઈઓ અને દ્રોપદી સાથે હિમાલય તરફ પ્રયાણ કર્યું અને સ્વર્ગલોકને પામ્યા.

યુધિષ્ઠિર ધર્મરાજાનો અવતાર હોવાને કારણે તેમણે ધર્મનિષ્ઠા પ્રધાન હતી. દ્રોણાચાર્યને મારવા માટે મહાભારતના યુદ્ધમાં તેમણે અલ્પ અસત્ય વચન કહેવું પડ્યું તેને કારણે શોક થયો. શ્રીકૃષ્ણે શોક દૂર કરવા ઘણું કહ્યું અને ભીષ્મ પીતાના બાણશૈય્યા પાસે ભીષ્મનો ઉપદેશ સંભળાવવા લઈ ગયા છતાં સંપૂર્ણ નિઃસંશયી ન થયા. મુક્તાનંદ સ્વામીએ યુધિષ્ઠિરની ધર્મનિષ્ઠાનો ઉલ્લેખ કરીને વચનામૃત ગઢડા મધ્ય ૧૬માં પ્રશ્ન પૂછ્યો છે.

Yudhishthir

People in Shastras

Yudhishthir was the oldest of the three sons of King Pāndu and Kunti. Kunti had acquired Yudhishthri using the mantra given to her by Durvāsā Rishi. He is known as the incarnation of Yam (Dharma Rājā). He naturally shied away from sin, was compassionate, and honest. He was an expert in driving the chariot. Seeing his powers, Duryodhan deceitfully won all of his wealth and kingdom in a game of dice and he, along with his four brothers, was banished to the forest for 14 years and 1 year of hiding. During the year of hiding, he lived in King Virāt’s city located in Matsyadesh as Kank. After their year of hiding, Duryodhan did not return his kingdom. He sent Krishna to negotiate the return to avoid a battle. However, Duryodhan was unwilling to negotiate and the Mahabharat war ensued. Yudhishtir carried a bow named Māhendra. He also sounded the conch shell named Anantvijay before battles. His chariot flag bore the signs of the golden moon and the zodiac. After defeating the Kauravas in Mahabharat war, he was crowned king of Hastināpur. To wash away the sins from the killing in Mahabharat war, he performed the Ashwamedh yagna and donated food and gold to many brāhmins. He established dharma and ethically ruled for 35 years. After Krishna reverted back to his abode, the five brothers and Draupadi handed Parikshit, Ajun’s grandson, the rule of Hastināpur and trekked to the Himalayas. They attained swarg-lok at their end of life.

Since Yudhishthir was the incarnation of the King of Dharma, faith in dharma was predominant in his life. In the Mahabharat war, in order to kill Dronāchārya, he had to tell a small lie. This caused him much grief afterward. Krishna tried to rid him of his grief. He even took him to listen to Bhisma’s teachings; but he never completely became free of his grief for lying. Muktanand Swami has mentioned his faith in dharma in Vachanamrut Gadhada II-16.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  ગઢડા પ્રથમ-૬૯

  ગઢડા મધ્ય-૯

  ગઢડા મધ્ય-૧૬

  જેતલપુર-૪

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase