॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Vartal-11: The Destruction of the Jiva; Love for the Satpurush Is the Only Means to Realizing the Ātmā
Nirupan
April 6, 1959, Advāl. During the early morning, while doing goshti on the upper floor, Yogiji Mahārāj said, “Only if we perfect Vachanāmrut Vartāl 11 will we be fulfilled. If we attain a state like the Satpurush, then we will be able to understand his greatness. You all study English. If you swear at me in English, how would I know? We need to attain the same state as the Satpurush. What is that state? Nirdosh-buddhi - realizing the Satpurush to be flawless. By understanding that, we become flawless. Even if we are beaten into pieces, our mind does not disconnect from the Satpurush - that is intense attachment. Mulji and Krushnaji were beaten and thrown out, yet they did not think ill of Mahārāj. This is love. What faith! What divinity! If you understand the greatness, then divyabhāv remains constantly.
“There is only one method of understanding greatness. If you perfect this one Vachanāmrut, your endeavors will be complete. Therefore, what is the principle? Intense attachment. How? Even if we are beaten into pieces, our mind does not detach. The attainment, association and liberation that were present during Mahārāj’s time are all present today. Hence, we should behave in such a way.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/536]
તા. ૬/૪/૧૯૫૯, અડવાળ. આજે વહેલી સવારે મેડા ઉપર ગોષ્ઠિ કરતાં યોગીજી મહારાજ કહે, “વરતાલનું ૧૧ વચનામૃત સિદ્ધ કરીએ તો જ કામ થાય. સત્પુરુષના જેવી સ્થિતિ થાય તો સત્પુરુષનો મહિમા સમજાય. તમે ઇંગ્લીશ ભણો છો ને મને ગાળ દો તો શું ખબર પડે? ત્યારે સ્થિતિ કરવાની જરૂર છે. એ સ્થિતિ કઈ? નિર્દોષબુદ્ધિની. એ સ્થિતિ આપણે કરીએ તો નિર્દોષ થઈ જવાય. મારી મારીને રાઈ રાઈ જેવા કટકા કરે તોપણ મન નોખું ન પડે, એ દૃઢ પ્રીતિ. મૂળજી અને કૃષ્ણજીને કાઢ્યા, માર્યા, પણ મહારાજનો અભાવ ન લીધો. એનું નામ પ્રીતિ. કેટલી શ્રદ્ધા! કેટલો દિવ્યભાવ! મહિમા સમજાય તો દિવ્યભાવ રહે.
“મહિમા જાણ્યાનું એક જ સાધન. આટલું એક વચનામૃત સિદ્ધ કર્યું હોય તો કામ થઈ જાય. માટે સિદ્ધાંત શું? દૃઢ પ્રીતિ. કેવી? રાઈ રાઈ જેવા કટકા કરે પણ મન નોખું ન પડે. મહારાજ છતાં જેવી પ્રાપ્તિ, સંબંધ અને મોક્ષ હતો, તેવો ને તેવો જ અત્યારે છે. માટે અત્યારે પણ એમ જ વર્તવું.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૫૩૬]