॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-68: God Forever Resides in the Eight Types of Murtis and in the Sant
Nirupan
May 30, 1965, Bochāsan. After pujā, Yogiji Mahārāj instructed Harshadbhāi [Dave] to read Vachanāmrut Gadhadā I-68 and said, “God resides in the Sant - there is no question in that. Shriji Mahārāj has himself said that the devotion of one who considers a murti to be merely a painting and the Sant to be an ordinary human being is like that of a hypocrite... Why can we not develop the same feelings we have towards the Sant for the murti? Mahārāj has instructed us [that God resides in the murti], so we must develop these feelings. If the owner tells us to worship a pestle, then we should do it (i.e. Even if something goes against our logic, since it is God’s command, we should abide by it.) We should develop the feeling [that God is present in the murti]. When the government makes a declaration, we all accept it instantly. Similarly, this is Shriji Mahārāj’s declaration, so we should accept it.”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/71]
તા. ૩૦/૫/૧૯૬૫, બોચાસણ. પૂજા વિધિ બાદ યોગીજી મહારાજે હર્ષદભાઈ પાસે વચનામૃત ગઢડા પ્રથમ ૬૮ કઢાવ્યું અને કહ્યું, “સાક્ષાત્ ભગવાન સંતમાં નિવાસ કરીને રહે છે. આમાં પ્રશ્ન નથી. મહારાજ પોતે વાત કરે છે કે સંતને બીજા માણસ જેવા માને ને મૂર્તિને ચિત્રામણ જાણે તે પાખંડ ભક્તિ... જેવો ભાવ સંતમાં છે, તેવો મૂર્તિમાં કેમ આવતો નથી? મહારાજે આજ્ઞા કરી એટલે એવો ભાવ લાવવો. ધણીએ કહ્યું કે ‘સાંબેલું પૂજો!’ તો એમ કરવાનું. તો ભગવાનનો ભાવ લાવવો પડે! સરકારે કબૂલાત કરી તો આપણે કેવું માનીએ! તેમ શ્રીજીમહારાજે કબૂલાત કરી તે આપણે માનવું જ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૭૧]