॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada III-1: The Inclinations of Gnān and Affection
Nirupan
February 13, 1964, Mumbai. Explaining Vachanamrut Gadhadā III-1 at the Vyākhyān Mandir in the morning, Yogiji Mahārāj said, “One should remain detached from the creation of Prakruti-Purush. Ordinary vairāgya is not being taken by the pleasures of the body. Higher level of vairāgya is not seeing any value in anything other than Mahārāj. Everything else is mere packets of ashes. Ashes cause irritation in one’s eyes. Firm ātma-nishthā is to become one with Gunātit Sant (āpopu karavu†). Gunātit knowledge continues forward (spreads) because of firm ātma-nishthā and vairāgya.”
†Yogiji Maharaj uses the words ‘āpopu karavu’ in the original Gujarati nirupan. These words are found in the Gujarati footnote of Vachanamrut Jetalpur 1. It means to forget one’s self and believe the Sant is one’s true form. Shastriji Maharaj explains the meaning of these words in the prasang of Jetalpur 1.
[Brahmaswarup Yogiji Mahārāj: 3/597]
તા. ૧૩/૨/૧૯૬૪, મુંબઈ. વ્યાખ્યાન મંદિરમાં સવારે વચનામૃત ગઢડા અંત્ય ૧ નિરૂપતાં યોગીજી મહારાજ કહે, “પ્રકૃતિ-પુરુષનાં કાર્યમાં વૈરાગ્ય કરવો. દેહના સુખમાં ન લેવાવું, તે સામાન્ય વૈરાગ્ય. મહારાજ વિના બીજે ભાવ ન બેસે, તે વિશેષ વૈરાગ્ય. બીજું બધું રાખનાં પડીકાં છે. ઢૂંસા! આંખમાં ભરાઈ જાય. ગુણાતીતમાં આપોપું† તે દૃઢ આત્મનિષ્ઠા. દૃઢ આત્મનિષ્ઠા ને વૈરાગ્ય એ બે ઉપર ગુણાતીત જ્ઞાન હાલે છે.”
†‘આપોપું કરવું’ - આ શબ્દો જેતલપુર ૧ના વચનામૃતની પાદટીપોમાં મળે છે. આ શબ્દોનો ભાવાર્થ ‘સંત સાથે આત્મબુદ્ધિ કરવી’ તેવો થાય છે. વળી પોતાના અસ્તિત્વને ભૂલી જઈ સંત એ જ મારું સ્વરૂપ છે એમ માનવું તેવો પણ અર્થ થાય છે. શાસ્ત્રીજી મહારાજે આ શબ્દોનો અર્થ જેતલપુર ૧ના પ્રસંગમાં કર્યો છે.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૯૭]