॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-9: Conviction of God; Realizing God to be like Other Avatārs Is Blasphemy
Prasang
Prasang 3
Samvat 1911, Vartāl. A chhāvani (shibir) was arranged in the presence of Gunātitānand Swāmi over a 6-month period. Each morning, after the shangār ārti, Swāmi spoke at his seat. Everyone flocked to listen to him.
During the final days of the chhāvani, Swāmi thought that when he leaves, this custom of morning kathā after shangār ārti will stop. Swāmi wanted this practice to continue after he leaves, so he decided to change his routine. He instead began the custom of going to Acharya Mahārāj’s room after shangār darshan so the kathā continues there. The other sadhus followed Swāmi’s lead. Acharya Mahārāj asked, “Swāmi, shall we go to your seat?”
Gunātitānand Swāmi said, “No. From today we will talk here.” Swāmi then began to explain Vachanāmrut Gadhada II-9: “To believe that Mahārāj is like the other avatārs is committing blasphemy against his form according to this Vachanāmrut. This can be understood only from the great [Sadhu]. We should get rid of everything in our hearts except for Shriji Mahārāj.”
Shukmuni Swāmi said, “Mahārāj said this Vachanāmrut with me in mind, and I alone selected this Vachanāmrut [for printing]. I compiled this Vachanāmrut, I wrote this Vachanāmrut, but only today have I understood it.”
Hearing Shukmuni Swāmi’s words, Acharya Mahārāj said, “Swāmi, despite having witnessed or heard the divine incidents of Mahārāj (of his divinity), why does the jiva hesitate to speak or write about them?”
This was an implicit insinuation that Shukmuni Swāmi hesitated to openly say Mahārāj was supreme.
Gunātitānand Swāmi explained, “A horse broke its leg in a dream and would not put it on the ground. A vet was called. He said, ‘This horse broke its leg in a dream.’ Someone asked, ‘What should be done?’ The vet said, ‘Prepare 200 horses and fire cannons and guns. When it is startled, it will forget its dream.’ Similarly, people have been confused by the words of the scriptures, so when we continuously bombard them with words of Mahārāj’s supremacy like this, their confusion will clear up and they will understand Mahārāj’s supremacy in their heart.” (Swāmini Vāto - 3/19)
[Aksharbrahman Shri Gunātitānand Swāmi: 1/374]
પ્રસંગ ૩
સં. ૧૯૧૧માં ગુણાતીતાનંદ સ્વામીના સાંનિધ્યમાં વરતાલમાં છાવણી (શિબિર-જ્ઞાનસત્ર) ચાલેલી. લગભગ છ મહિના સુધી સ્વામી વરતાલ રોકાયેલા અને રોજ સવારે શણગાર આરતી પછી પોતાના આસને કથા કરતા. સ્વામીની વાતો સાંભળવા સંતો-ભક્તોની હકડેઠઠ ભીડ જામતી.
એક વાર કથાની સમાપ્તિ થવાના સમયમાં સ્વામીએ વિચાર કર્યો કે: “હવે થોડા દિવસોમાં કથાની સમાપ્તિ થશે. અત્યારે જે રિવાજ ચાલુ થયો છે કે શણગારનાં દર્શન કરીને સૌ મારે આસને આવે છે અને ત્યાં કેટલીક કથાવાર્તા થાય છે, તે મારા અહીંથી ગયા પછી બંધ થઈ જશે તે ઠીક નહીં. માટે શણગાર પછી પણ કથા ચાલુ રહે એટલા માટે આજથી જ આચાર્યશ્રીને મેડે બેસવાનો જો રિવાજ રાખ્યો હોય તો શણગારનાં દર્શન પછી સૌ ત્યાં આવે અને આચાર્યશ્રીને મેડે કથાવાર્તા ચાલુ રહે.”
આમ વિચારી બીજે દિવસે સ્વામી શણગાર આરતી બાદ આચાર્યના મેડે પધાર્યા. બીજા સંતો પણ ત્યાં આવ્યા. થોડી વારમાં આચાર્ય મહારાજ આવ્યા અને કહ્યું, “કેમ, સ્વામી! તમારા આસને જાશું ને?”
ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, “ના, હવે તો અહીં જ બેસવું છે અને અહીં જ હવેથી વાતો કરીશું.” એમ કહી પછી આ વચનામૃત ગઢડા મધ્ય ૯ પર સ્વરૂપનિષ્ઠાની જોરદાર વાતો કરતાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “આ વચનામૃત પ્રમાણે મહારાજને બીજા અવતાર જેવા જાણે તો સ્વરૂપનો દ્રોહ થયો કહેવાય, એ તો કોઈ મોટા પાસેથી સમજે તો સમજાય. આ તો પુરુષોત્તમનો ચાંદલો છે તેને કોણ પૂગે? માટે એક શ્રીજીમહારાજની મૂર્તિ સિવાય બીજું બધું હૈયામાંથી કાઢી નાખવું.” તે સાંભળી શુકમુનિ બોલ્યા, “આ વચનામૃત મહારાજે મને ઉદ્દેશીને કહ્યું છે અને આ વચનામૃત શોધવામાં કોઈ સદ્ગુરુનો ભાગ નથી. આ વચનામૃત લખ્યું મેં, શોધ્યું મેં, પરંતુ તે યથાર્થ તો આજે જ મને સમજાયું.” આ વાત સાંભળી રઘુવીરજી મહારાજે કહ્યું, “સ્વામી! મહારાજનાં ચરિત્ર દીઠાં હોય, સાંભળ્યાં હોય, તો પણ જીવ કહેતાં-લખતાં કેમ અટકે છે?”
શુકમુનિ પર આ માર્મિક ટકોર હતી. ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવ્યું, “ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગી ગયો – જાગ્યો – પગ અધ્ધર તોળીને – ઘોડાનો ધણી કહે, ‘આ શું થયું?’ – વૈદ્ય, હકીમ બોલાવ્યા, પણ કોઈ કળી શક્યા નહીં – હોશિયાર વૈદ્ય કહે, ‘ઘોડાનો પગ ભાંગ્યો નથી ને માંદો પણ થયો નથી, સ્વપ્ન થયું છે’ – ‘શું કરવું?’ ‘બસો ઘોડા સાબદા કરો. તોપું-બંદૂકુંના ભડાકા થશે ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે.’ એમ કર્યું. પછી ઘોડાએ પગ ભોં પર મૂકી દીધો. એમ સિદ્ધાંત શો?
“શ્રીજીમહારાજનાં ચરિત્ર દીઠાં, સાંભળ્યાં હોય તોય લખતાં અટકે. તેને શાસ્ત્રના શબ્દોની ભ્રાંતિ પડી ગઈ છે. માટે સર્વોપરીપણાની વાતો કર્યા કરીશું તો શબ્દની ભ્રાંતિ ટળી જશે, ને શ્રીજીમહારાજનું જેવું છે તેવું સ્વરૂપ હૈયામાં સમજાઈ જશે પછી લખતાં નહીં અટકે.” (સ્વામીની વાતો - ૩/૧૯)
[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ૧/૩૭૪]