॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૯: ભગવાનમાં આસક્તિવાળાનાં લક્ષણોનું

પ્રસંગ

સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજ ૧૯૭૫માં ભાદરાથી ભેંસદડ પધાર્યા હતા. સ્વામીશ્રીએ ઊંડ નદીમાં સ્નાન કર્યું હતું. પાણી પણ ઠંડું હતું. સ્વામીશ્રીની તબિયત પર તેની માઠી અસર થઈ ને સાંજે તો તાવ આવી ગયો. ભેંસદડ પહોંચ્યા ત્યારે શરીર ધગધગતું હતું. રાત્રે જ ઇન્જેક્શન આપ્યું. આરામ કરાવ્યો ને સંતોએ કહ્યું, “આજે રાત્રે સભામાં આવવાની જરૂર નથી. અમે સભા કરી આવશું.”

પરંતુ સ્વામીશ્રી કહે, “બધા હરિભક્તો આવ્યા હોય ને મહાત્મા સૂતા રહે, એવું ન હોય…”

“પણ, બાપા!” સંતોએ દલીલ કરી, “હજુ કાલે સવારે મહિલાઓના મંદિરમાં પ્રતિષ્ઠાનો ભીડો તો છે જ, માટે આરામ કરી લો...”

પણ સ્વામીશ્રી મૌન રહ્યા. સમય થયો, ને સભામાં પધારી ગયા. શરીરે કળતર હતું. મોં પર માંદગીનો અહેસાસ થતો હતો. સ્વામીશ્રીને ભીડો ન પડે તેથી નારાયણ ભગત (વિવેકસાગર સ્વામી) અને ડૉક્ટર સ્વામીએ પ્રવચનો ટૂંકાવ્યાં, ને સ્વામીશ્રીને કહ્યું, “આપ ટૂંકમાં બોલજો, જેથી આરામ માટે પહોંચી જવાય…”

પરંતુ સ્વામીશ્રીએ વાતો શરૂ કરી, તે એકધારી સિત્તેર (૭૦) મિનિટ સુધી બોલ્યા! જાણે નખમાંયે રોગ નથી! ટાઢ કે અશક્તિ નથી!

ગઢડા મધ્ય ૨૯માં મહારાજે કથાવાર્તામાં આસક્તિવાળાનાં લક્ષણ કહ્યાં છે કે ગમે તેવો રોગ આવી જાય તો પણ કથાવાર્તા કરે તો જાણે કોઈ રોગ છે જ નહીં.... આ અમૃત વચનોનાં પ્રત્યક્ષ દર્શન થયાં!

- પૂજ્ય આત્મસ્વરૂપ સ્વામી

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧]

1975. A bath in the cold water of the river Und (in Bhadra) had taken its toll on Pramukh Swami Maharaj’s health. By early evening, he’d already been stricken with a high fever. Later that night, when we arrived in the village of Bhesdad from Bhadra, Swamishri was told to rest and was given an injection to help subside the fever.

The sadhus requested, “There’s no need for you to attend the assembly tonight. We’ll go ourselves.”

Swamishri remarked, “It’s not proper if all the devotees come and the guru sleeps.”

“But, Bapa,” the sadhus urged, “there’s still the consecration ceremony of the women’s hari mandir tomorrow morning. That’s going to be tiring enough. So why don’t you take a little rest right now.” Swamishri remained silent.

It was time for the assembly to begin and Swamishri went there. His body was still burning with fever, and his face clearly looked off-color and rather frail.

To speed up the assembly, Narayan Bhagat (Viveksagar Swami) and Doctor Swami spoke briefly. Swamishri was told too, “Give only short blessings. We want you to get back and rest.”

But once Swamishri started, he kept going. For 70 long minutes Swamishri spoke to the devotees in the assembly as if he were as fit as a fiddle.

In Vachanamrut Gadhada II-29, Shriji Maharaj describes the qualities of someone who is totally engrossed in God. He explains, “Regardless of any diseases or ailments that may be a source of pain for him… when he hears talks of God he would be instantly relieved of all his miseries.”

I experienced this for myself in Swamishri that night.

- Pujya Atmaswarup Swami

[Divine Memories - Part 1]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase