॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Kariyani-5: God’s Purpose for Assuming an Avatār
History
Kāriyāni 5 took place the day before Diwali of Samvat 1877. Gopālānand Swāmi had come from Vadodarā for the Diwali utsav this year. A significantly well-known meeting between Shriji Mahārāj and Gopālānand Swāmi that takes place this day is as follows:
Mahārāj asked Ratanji to call Gopālānand Swāmi alone. When Gopālānand Swāmi arrived, He asked Shukmuni to leave the room. Meanwhile, Nishkulānand Swāmi, who was overseeing some construction work, overheard and thought that Mahārāj may be delivering some important talks secretly. He left the work and entered Mahārāj’s ordi but Mahārāj sent him back to oversee the construction work for fear that they may not do the work properly. Nishkulānand Swāmi went back, gave the workers clear instructions and came back to Mahārāj’s ordi. Mahārāj again told Nishkulānand Swāmi, “Swāmi, without overseeing them, they won’t do the work properly. Therefore, go and supervise them.”
Nishkulānand Swāmi was convinced that Mahārāj is sharing something very important, so he listened from the crack of the door while Mahārāj and Gopālānand Swāmi conversed. Mahārāj said to Gopaland Swāmi, “Do you know the purpose of My manifestation from Akshardhām along with aksharmuktas such as yourself? Listen, I have come on this earth with six purposes and have called you here to tell you…” In this way, Mahārāj told Gopālānand Swāmi God’s purpose for assuming an avatār (the title of this Vachanāmrut).
[Bhagwān Swāminārāyan – Part 4/232]
Following the above account, without any gap, the description of Diwali celebration of Samvat 1877 begins. Therefore, Mahārāj sharing His purpose of assuming an avatār occurred the day prior to the Diwali of 1877 – Āso vad 14. So, the preface to Kāriyāni 5 is the dialog between Shriji Mahārāj and Gopālānand Swāmi, although this dialog is not mentioned in the Vachanāmrut itself.
The Six Objectives
Maharaj was in Kariyani. Gopalanand Swami came there from Vadodara for the darshan of Maharaj. Maharaj got up from his seat, embraced him and offered him cold water. Then he took Gopalanand Swami to Akshar Ordi and asked him to sit by his side. He asked other sadhus and devotees to go outside. He said to Nishkulanand Swami, “You, too, go out and start cutting stone for the washing area which is under construction behind the gate.” Then he closed the door of the Akshar Ordi and explained to Gopalanand Swami, the six objectives behind his incarnation on the earth:
1. To spread our supreme upasana (worship) and supreme jnan (wisdom) throughout the world.
2. To guide the followers of preceding avatars to worship our swarup and so send them directly to Akshardham.
3. To liberate Bhaktidevi and Dharmadev from the harassment of the evil people and bless them with the bliss of our murti.
4. To revive and spread the long forgotten Ekantik Dharma that consists of dharma, jnan, vairagya and bhakti with an understanding of God’s glory.
5. To give the fruits of the austerities and bhakti in the form of our darshan to those ascetics and yogis who have been worshiping God since eons; to fulfil the wishes of those mumukshus who have great affection for God; and also to shower them with love.
6. To establish on this earth the tradition of Ekantik Sadhus who will forever sustain Ekantik Dharma and keep the path to moksha to Akshardham open forever; to build shikharbaddh mandirs for worship; to give shastras narrating my divine incidents and expounding dharma and jnan.
Nishkulanand Swami overheard all these six objectives through a slit in the door.
[Sahajanand Charitra]
વચનામૃત કારિયાણી ૫ સં. ૧૮૭૭ની દિવાળીના પૂર્વ દિવસનું વચનામૃત છે. આ વર્ષના દિવાળીના ઉત્સવે ગોપાળાનંદ સ્વામી પણ વડોદરાથી પધાર્યા હતા. તે વખતે તેઓ સાથે શ્રીજીમહારાજે કરેલી એક બેઠકનું (મીટિંગનું) વર્ણન આ રીતે પ્રાપ્ત થાય છે:
મહારાજે રતનજીને કહ્યું, “રતનજી! તમે જાઓ અને ગોપાળાનંદ સ્વામીને એકલાને બોલાવી લાવજો.”
થોડી વારે સ્વામી આવ્યા ત્યારે મહારાજે શુકમુનિને કહ્યું, “તમે બહાર જાઓ.” એટલે શુકમુનિ તરત જ ઊઠ્યા.
તે વખતે નિષ્કુળાનંદ સ્વામી દાડિયા પાસે ચોકડી અને કૂંડી ટિપાવતા હતા. તેમને લાગ્યું કે સ્વામીને ખાસ બોલાવીને મહારાજ વાત કરવા માગે છે એટલે કંઈક રહસ્યની વાત હશે. તેથી તે એકદમ કામ પડતું મૂકીને ઓરડીમાં આવી ગયા. તેમને જોઈને મહારાજે કહ્યું, “સ્વામી! તમે દાડિયા ઉપર નજર રાખો, નહીં તો કામ બરાબર થશે નહીં.” એટલે નિષ્કુળાનંદ સ્વામી ઊઠ્યા અને બંદોબસ્ત કરીને પાછા આવ્યા. ત્યારે મહારાજે ફરી કહ્યું, “સ્વામી! જાતે દેખરેખ વગર કામ બરોબર થાય નહીં. માટે ઊઠો અને કામ બરાબર કરાવો.”
નિષ્કુળાનંદ સ્વામી સમજી ગયા. મહારાજે બારણું બંધ કરાવ્યું. પછી તેઓએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, “સ્વામી! અમે અક્ષરધામમાંથી અમારું અક્ષરધામ અને તમો બધા મુક્તોને લઈને અહીં આવ્યા છીએ તેનો હેતુ જાણો છો?” પછી શ્રીજીમહારાજે કહ્યું, “સાંભળો, અમે છ હેતુ લઈને પૃથ્વી ઉપર આવ્યા છીએ. તે તમને આજે કહેવા માટે બોલાવ્યા છે.” આમ કહી શ્રીજીમહારાજે પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન ગોપાળાનંદ સ્વામીને જણાવેલું.
[ભગવાન સ્વામિનારાયણ – ભાગ ૪/૨૩૨]
ઉપરોક્ત પ્રસંગના વર્ણન બાદ તરત જ, વચ્ચે એક પણ અન્ય વાક્ય સિવાય સીધું જ સં. ૧૮૭૭ના કારિયાણીના દીપોત્સવનું વર્ણન શરૂ થાય છે. એટલે કે શ્રીજીમહારાજે પોતાના અવતાર ધર્યાનું પ્રયોજન જણાવ્યું તે દિવાળીનો પૂર્વદિન – એટલે કે આ વચનામૃતના ઉદ્બોધનનો – સં. ૧૮૭૭, આસો વદિ ચૌદશનો હોવો જોઈએ. આમ, વચનામૃત કારિયાણી ૫ની પ્રસ્તાવના સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી સાથે શ્રીજીમહારાજે કરેલી ગોષ્ઠિમાં સમાયેલી છે. વચનામૃત કારિયાણી ૫નું મૂળ તે વાર્તાલાપમાં નિહિત થયેલું દેખાય છે.
છ હેતુઓ
મહારાજ કારિયાણી બિરાજતા હતા. ત્યારે વડોદરેથી ગોપાળાનંદ સ્વામી મહારાજનાં દર્શને આવ્યા. મહારાજ ઊભા થઈને તેમને ભેટ્યા. ઠંડાં પાણી પાયાં. પછી અક્ષર ઓરડીમાં લઈ ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામીને પોતાની પાસે બેસાર્યા અને બીજા સંતો તથા હરિભક્તોને બહાર જવાની આજ્ઞા કરી. મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, “તમે પણ બહાર જાવ. દરવાજા પાછળ ચોકડીનું (પથ્થર ઘડવાનું) કામ કરો.” એમ કહી અક્ષર ઓરડીનો દરવાજો બંધ કરાવ્યો.
પછી મહારાજે પોતાના આ પૃથ્વી પર પ્રગટ થવાના છ હેતુઓ ગોપાળાનંદ સ્વામીને કહ્યા:
(૧) અમારી સર્વોપરી ઉપાસના અને સર્વોપરી જ્ઞાન, તેને આ પૃથ્વી પર પ્રવર્તાવવું.
(૨) પૂર્વે થઈ ગયેલા અવતારોના ભક્તોને અમારી ઉપાસના અને અમારા સ્વરૂપનો બોધ કરીને ઠેઠ અક્ષરધામમાં પહોંચાડવા.
(૩) ભક્તિદેવી અને ધર્મદેવને અસુરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી, અમારી મૂર્તિનું સુખ આપવું.
(૪) ઘણા કાળથી લુપ્ત (ભુલાયેલો) થયેલો; ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ્યે યુક્ત ભક્તિવાળો એકાંતિક ધર્મ પ્રવર્તાવવો.
(૫) અનંત કાળથી ભજન-ભક્તિ કરતા અનેક તપસ્વી-યોગીઓને દર્શન દઈ તપનું-ભક્તિનું ફળ આપવું અને ભગવાનને વિશે પ્રીતિવાળા મુમુક્ષુઓના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવાં.
(૬) આ પૃથ્વી ઉપર એકાંતિક ધર્મના ધારક સાધુઓ, ઉપાસના માટે શિખરબદ્ધ મોટાં મંદિરો, અમારાં લીલા-ચરિત્ર, સ્વધર્મજ્ઞાને યુક્ત શાસ્ત્રો કરવાં; અને પરાત્પર વિહદ એવું જે અક્ષરધામ તેને પમાડવા અર્થે પરમ એકાંતિક સંતો દ્વારા આત્યંતિક કલ્યાણનો મોક્ષ માર્ગ આ બ્રહ્માંડમાં સદાય ઊભો રાખવો.
આ છ હેતુઓ દરવાજાની તિરાડમાંથી નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળ્યા.
[સહજાનંદ ચરિત્ર (સત્સંગ શિક્ષણ પરિક્ષા - પ્રવિણ)]