॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય-૯: સ્વરૂપનિષ્ઠાનું, અવતાર જેવા જાણે તો દ્રોહ થયાનું
મહિમા
અંતિમ મંદવાડમાં એક રાત્રે ટાઢ આવી અને ગભરામણ પણ બહુ થઈ. પછી સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ બોલ્યા, “ગઢડા મધ્ય ૯મું વચનામૃત તમામ વચનામૃતોમાં સર્વોપરી છે. ત્યાર પછી ગઢડા મધ્ય ૧૩મું આવે અને ગઢડા અંત્ય ૩૦ અને ૩૮ વચનામૃત તો જીવનપ્રાણ જેવાં લાગે છે.”
[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૩૪૪]
1950, Atlādrā. One night during his final illness, Shāstriji Mahārāj became cold and felt uneasy. Shāstriji Mahārāj said, “Of all the Vachanāmruts, Vachanāmrut Gadhadā II-9 is supreme. Following that is Vachanāmrut Gadhadā II-13. And Gadhadā III-30 and Gadhadā III-38 seems like one’s ‘lifeline’.”
[Brahmaswarup Shāstriji Mahārāj: 2/344]
યોગીજી મહારાજ કહે, “સ્વરૂપનિષ્ઠા અને મહિમા એ વરને ઠેકાણે છે અને બીજાં સાધન સર્વે જાનને ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠાનું વચનામૃત ગઢડા મધ્ય ૯ અને ગઢડા અંત્ય ૩૮ એ બે વચનામૃત સમજાશે ત્યારે નિષ્ઠા દૃઢ થશે. સ્વરૂપનિષ્ઠા અને આશરો દૃઢ રાખવો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૮૫]
Yogiji Mahārāj said, “Understanding God’s form (swarup-nishthā) and knowledge of his greatness (mahimā) are equivalent to the bridegroom and other endeavors are equivalent to the bridegroom’s party. When one understands the two Vachanāmruts of swarup-nishthā – Gadhadā II-9 and Gadhadā III-38, one’s conviction will become firm. Keep conviction and refuge firm.”
[Brahmaswarup Yogiji Mahārāj: 2/185]