॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ-૧૮: વિષયખંડનનું, હવેલીનું
મહિમા
ઈ. સ. ૧૯૬૪ના જાન્યુઆરી માસમાં યોગીજી મહારાજ મુંબઈના અક્ષરભુવનમાં રોકાયા હતા. આ સમયમાં એક વખતના મંગળ પ્રવચનમાં આ વચનામૃત ગઢડા પ્રથમ ૧૮ સાથે સંકળાયેલી સ્મૃતિ વાગોળતાં યોગીજી મહારાજ કહે, “અક્ષરપુરુષ સ્વામી આ વચનામૃત બહુ કઢાવે. ત્રણ કલાક નિરૂપણ કરે. પીપળાવમાં સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઢોલિયે બેઠા હતા અને કહે, ‘વચનામૃત કઢાવો.’ પછી આ વચનામૃત કઢાવ્યું, તે રાતે સાડા બાર વાગે પૂરું થયું. એવો હવાદ (સ્વાદ) આવ્યો. હું સાથે હતો.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૯]
January 1964, Mumbai. During the month of January 1964, Yogiji Mahārāj was staying at Akshar Bhuvan in Dādar, Mumbai. One day during the morning discourses, Yogiji Mahārāj recalled a memorable incident related to Vachanāmrut Gadhadā I-18, “Aksharpurush Swāmi would have this Vachanāmrut read often and discourse on it for three hours. In Piplav, Shāstriji Mahārāj once said, ‘Read a Vachanāmrut.’ This Vachanāmrut was read and was not completed until 12:30am at night. We ‘relished’ every word. I was there!”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/569]