॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada I-15: Not Becoming Discouraged in Meditation

Nirupan

On the 17th, at 1:50pm, Yogiji Mahārāj had Vachanāmrut Gadhadā I-15 read and said, “Perceiving human traits in God and the Sant are impure thoughts. The Satpurush destroys other types of thoughts, but to destroy these thoughts is difficult.

“What does God’s extraordinary greatness mean?

“To understand the greatness of Akshar along with Purushottam - that is an extraordinary greatness. Everyone understand the greatness of Mahārāj alone. But in this (Akshar along with Purushottam), there is the manifest. I have attained Akshar with Purushottam - we should feel fulfilled with that attainment.

“If one becomes aksharrup then one will be able to behold God in their heart. People from American went to the moon. They became egotistic from spending hundreds of thousands of shillings and bringing back dirt (from the moon). If they had brought back gold bricks, then that would have been an accomplishment. But we should look at their virtue - they put in great effort. Similarly, we should put effort in beholding God’s murti.”

[Brahmaswarup Yogiji Mahārāj: 6/155]

તા. ૧૭મીએ બપોરે ૧-૫૦ વાગે, ગઢડા પ્રથમનું ૧૫મું વચનામૃત વંચાવી વાત કરતાં સ્વામીશ્રીએ કહ્યું:

“ભગવાન ને સંતમાં મનુષ્યભાવ આવી જાય એ ભૂંડા ઘાટ-સંકલ્પ. ઓલ્યા બીજા સંકલ્પો તો સત્પુરુષ ટાળી દે, પણ આ ટાળવા કઠણ છે.

“ભગવાનનો મોટો મહિમા એટલે શું?

“અક્ષરે સહિત પુરુષોત્તમનો મહિમા સમજવો એ મોટો મહિમા. ખાલી મહારાજનો મહિમા તો સૌ સમજે છે. આમાં પ્રગટનો સંબંધ આવ્યો. અક્ષરે સહિત પુરુષોત્તમ મને મળ્યા છે – એમ પૂર્ણકામપણું માનવું.

“અક્ષરરૂપ થાય તો જ હૈયામાં ભગવાન ધરાય. ચંદ્ર ઉપર અમેરિકાના જનો ગયા. લાખો શિલિંગ ખર્ચ્યા તેમને તેનું માન આવ્યું, ‘અમે ધૂળ લઈ આવ્યા.’ સોનાની ઈંટ લાવે ત્યારે સાચી. પણ આપણે તેનો ગુણ એટલો લેવો કે એણે કેટલો દાખડો કર્યો! તેમ આપણે પુરુષોત્તમની મૂર્તિ ધારવામાં દાખડો કરવો.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૫૫]

February 18, 1978, Mumbai. After his tour of Africa, Pramukh Swami Maharaj arrived in Mumbai and took upon an illness. During this time, a pārshad recited Vachanamrut Gadhada I-15. Swamishri listened, then said,

“One should not lose courage in beholding God’s murti. One who loses courage will not accomplish anything. Do not believe it is impossible. We have God’s strength so one should not fall back. Be brave. Do not believe that you have done a lot of kathā, sang kirtans and yet did not gain anything. Keep faith that we will experience the benefit. To behold the murti means to have fervor in obeying the commands of God and the Sant. Endeavoring to please God and the Sant is also beholding God’s murti. Can we sit idly and behold God’s murti 24 hours a day? But obeying his commands is the same as beholding his murti. What will happen? How will it happen? When will it end? Such questions should not be entertained. One should have renewed faith each day. We have attained Maharaj and surrendered everything to him; so he will purify us. In the momentum of our kathā-vārtā and bhajan, the dust within us will fly away (our base instincts will be eradicated).

“I have nothing (virtues), so how will we talk (to others about God and the Sant)? Do not believe like that. God and the Sant that we are speaking about are free of faults. Therefore, we should praise their virtues (to others). Do not lose courage in that. If we sing their virtues, then those virtues will dwell in us. No matter what we are like currently, we should explain the virtues of God and the Sant to others. As long as God keeps us in this body, we should worship him. He will purify us. If not, then he will do as he sees fit. Once you give wood to a carpenter, we should not meddle by giving him advice: carve it this way or that way. When he is in the mood, he will carve the wood. Similarly, we should engage in kathā and kirtans as according to the āgnā.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/501]

૧૮/૨/૧૯૭૮, મુંબઈ. આફ્રિકામાં વિચરણ કરી મુંબઈ પધાર્યા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે બીમારી ગ્રહણ કરી. આ સમયે એક પાર્ષદે ગઢડા પ્રથમ ૧૫મા વચનામૃતનો મુખપાટ કર્યો. સ્વામીશ્રીએ આ સાંભળી કહ્યું:

“ભગવાનની મૂર્તિ ધારતાં કાયર ન થવું. કાયર થાય તેનું કામ ન ચાલે. નહીં બની શકે તેવું ન માનવું. ભગવાનનું બળ છે માટે પાછા ન પડવું. શૂરવીરપણું રાખવું. ‘બહુ કથા-કીર્તન-ભજન કર્યું પણ કાંઈ થતું નથી’ એમ ન માનવું. ‘થશે જ’ એવી શ્રદ્ધા રાખવી. આજ્ઞા પ્રમાણે વર્તવામાં તમન્ના રાખવી તે મૂર્તિ ધારી કહેવાય. ભગવાન અને સંતને રાજી કરવા પ્રયત્ન કરવો તે મૂર્તિ ધારી કહેવાય. ચોવીસ કલાક ભગવાનની મૂર્તિ સામું જોઈ ક્યાં બેસી રહેવાય? પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું તે મૂર્તિ ધાર્યા બરાબર છે. ‘શું થશે? કેમ થશે? ક્યારે પૂરું થશે? ક્યારે અંત આવશે?’ એમ ન ધારવું. નિત્ય નવીન શ્રદ્ધા રાખવી. મહારાજ મળ્યા છે. તેમને સોંપી દીધું છે તો તે ચોખ્ખા કરશે. કથાવાર્તા અને ભજનની ઝપટમાં, ધૂળ ચડી હશે તો ક્યાંય ઊડી જશે.

“‘આપણામાં તો કંઈ છે નહીં તે આપણે શું વાત કરવી?’ એમ ન માનવું. જેના ગુણ ગાવા છે તે મહારાજ અને સ્વામી તો નિર્દોષ છે. માટે તેના ગુણ ગાવા જ. તેમાં મોળા ન પડવું. તેમના ગુણ ગાઈએ તો આપણામાં બળ આવી જાય. આપણે ગમે તેવા છીએ પણ બીજાને સમજાવવું. ભગવાન આપણું દેહ રાખે ત્યાં સુધી તેમનું ભજન-કીર્તન કરી લેવું. તે શુદ્ધ કરશે. નહીં કરે તો તેમને ઠીક લાગે તેમ કરશે. જેમ સુતારને એક વાર લાકડું ઘડવા આપી દીધું ત્યારે વારંવાર તેને ‘આમ કર, તેમ કર’ તેમ ન કહેવું. તેને મોજ આવશે ત્યારે ઘાટ ઘડશે. તેમ આપણે તો આજ્ઞા પ્રમાણે કથા-કીર્તન કર્યા કરવું.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૫૦૧]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase