॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-16: Wisdom
Nirupan
November 21, 1960. Aksharderi, Gondal. At 6 am, Yogiji Maharaj explained Gadhada I-16, “Discretion of sat and asat are of three types: (1) Perceives one’s faults and others’ virtues. (2) Accepts the words of the Sant as the highest truth. And (3) imbibes positive thoughts and avoids negative thoughts. Perceiving others’ faults is itself a negative thought.”
[Brahmaswarup Yogiji Maharaj: 3/133]
તા. ૨૧/૧૧/૧૯૬૦, ગોંડલ. અક્ષરદેરીમાં સવારે ૬:૦૦ વાગ્યે વચનામૃત ગઢડા પ્રથમ ૧૬ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “સત્-અસત્નો વિવેક ત્રણ પ્રકારનો છે: (૧) પોતાના અવગુણ જ જોવા ને બીજાના ગુણ જોવા. (૨) સંતના વચનને પરમ સત્ય કરીને માને. અને (૩) અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે. કોઈનો અભાવ લેવાય એ જ અવળો વિચાર.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૧૩૩]
December, 1963. The following words from Vachanāmrut Gadhadā I-16 were read: “...any apparent flaws he perceives in the Sant or a satsangi...” Yogiji Mahārāj said, “What is written is ‘any apparent flaw’ (i.e. some minor flaw)... So does that mean we should perceive major flaws? ‘Any apparent’ means minor: of sleeping, dozing off, eating and drinking - those flaws should not be perceived; so then how can one perceive greater flaws?”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/562]
ડિસેમ્બર ૧૯૬૩. ગ. પ્ર. ૧૬મા વચનામૃતમાં વાત આવી કે: “સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય...” એ શબ્દો આવ્યા. એટલે સ્વામીશ્રી બોલ્યા, “કાંઈક અવગુણ લખ્યું છે... પછી ઝાઝો લેવો કે? કાંઈક એટલે જેવો-તેવો. સૂવાનો, ઝોકાં ખાવાનો, ખાવા-પીવાનો અવગુણ હોય તે ન લેવો, તો વધારે લેવાય જ કેમ?”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૫૬૨]