॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-29: The Characteristics of One Who Is Attached to God
Nirupan
March 24, 1960, Livingstone, Zambia. During the discourses, Yogiji Mahārāj said, “One whose focus is totally immersed in the form of God possesses the following qualities: If one is extremely fatigued such that his back is aching and has no strength to sit up, but if there is a discourse, he would become extremely attentive as if nothing has happened.
“Some say, ‘We have traveled many miles by car and are extremely tired; therefore, we do not want to sit in discourse.’ However, one who has an affinity for discourses would neglect his fatigue. Such was the innate nature of Nirgun Swāmi.
“If one gains one hundred thousand rupees, he would be so ecstatic that his illness or fatigue would fade away. Similarly, one should have the same zeal for discourses, such that they are not affected by illness, fatigue, or insults and one’s mind becomes focused on the discourse. If someone forgets to serve yoghurt during one’s meal, one would say, ‘I have been left out. No one gave me any yoghurt.’ Even if one does not say anything, one will still take it to mind. However, one praises the tasty food, ‘Oh! What curry! What vegetables!’ How much joy would one experience? Similarly, if one becomes attentive during the discourses, one will enjoy them. Even if one is suffering from an ailment, has been insulted badly, or has been engrossed in his wealth or property, the minute one hears the discourses of God, one should act as if none of that affects him. He becomes that attentive listening to discourses of God. Mahārāj also mentions people who are ill in this Vachanāmrut - he did not leave anyone out. He has included the ill, the indulgent and the affluent, whoever they may be. Someone who is said to be immersed in God’s form must possess these qualities.”
[Brahmaswarup Yogiji Mahārāj: 3/64]
તા. ૨૪/૩/૧૯૬૦, લિવિંગ્સ્ટન. કથાપ્રસંગમાં યોગીજી મહારાજ કહે, “જે ભક્તનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય એટલે કે એ રૂપ થયો હોય, તેનાં આવાં લક્ષણ હોય; પોતે માર્ગે ચાલીને અતિશય થાકી ગયો હોય, ને વાંસો ફાટતો હોય, બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન રહી હોય, પણ કથાનો પ્રસંગ નીકળે તો સાવધાન થઈ જાય. કેટલાક કહે, ‘મોટરથી સેંકડો માઈલ આવ્યા. મોડું થઈ ગયું છે, થાક બહુ લાગ્યો છે, એટલે કથા નથી કરવી.’ પણ કથાની આસક્તિવાળો થાકને ન ગણે. આવું નિર્ગુણ સ્વામીનું અંગ હતું. લાખ રૂપિયા મળી જાય તો એવો કેફ આવે કે રોગ, થાક નીકળી જાય. તેવો કેફ જો કથાવાર્તામાં હોય તો રોગ, થાક, અપમાન કશું લાગે નહીં અને કથામાં મન પરોવાઈ જાય. જમવામાં જો દહીં આપવું રહી ગયું હોય તો કહે, ‘દહીં રહી ગયું. મને ન આપ્યું.’ કદાચ બોલે નહીં તો મનમાં રાખે. અને સ્વાદ વખાણે, ‘અહોહો, શું દાળ? શું શાક?’ એમાં કેવો સ્વાદ આવી જાય છે! એમ કથાપ્રસંગમાં તત્પર થઈ જવું જોઈએ, તો સ્વાદ આવે. રોગાદિક પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય કે રાજસમૃદ્ધિને પામીને અવરાઈ ગયો એવો જણાતો હોય અને જે ઘડીએ એ ભગવાનની વાર્તા સાંભળે તો તે ઘડીએ જાણીએ એને કોઈનો સંગ જ નથી. એવો થકો ભગવાનની વાર્તા સાંભળવામાં સાવધાન થઈ જાય. આ વચનામૃતમાં મહારાજે માંદાને પણ લીધા છે, કોઈને બાકી નથી રાખ્યા. રોગી, ભોગી, રાજસત્તાવાળો ગમે તે હોય, કોઈની ગણતરી નથી રાખી. ભગવાનના સ્વરૂપમાં આસક્ત હોય તો આવાં લક્ષણ હોવાં જ જોઈએ.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૬૪]
November 26, 1972. During the special train tour of holy places in 1972, Swamishri and the entourage arrived in Ujjain. After his morning puja and breakfast, Swamishri explained Vachanamrut Gadhada II-29: “No one experiences fatigue in their social life. On the contrary, everyone engages in their social life enthusiastically. However, if one feels tired during this pilgrimage, they should not turn back. One should not be lazy in listening to discourses. We should enthusiastically bathe in holy rivers and have darshan of holy places. We should not count the difficulties during this pilgrimage.”
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/174]
તીર્થે જવું તે તપને જ કાજે
૧૯૭૨. તા. ૨૬/૧૧ની સવારે સ્પેશિયલ ટ્રેન પૌરાણિક નગરી ઉજ્જૈન પહોંચી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા બાદ સૌ નાસ્તા-પાણીથી પરવાર્યા ત્યારબાદ ગઢડા મધ્ય પ્રકરણના ૨૯મા વચનામૃત પર નિરૂપણ કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે: “વ્યવહારના માર્ગમાં કોઈને થાક લાગતો નથી. હોંશે હોંશે સૌ કરતા રહે છે. યાત્રામાં પણ થાક લાગે તો કોઈએ પાછા પડવું નહીં. કથા-વાર્તામાં આળસ રાખવી નહીં અને સ્નાન-દર્શનમાં ઉત્સાહ રાખવો. કષ્ટ થાય તેની વિસાત ન ગણવી. તીર્થોમાં તપ કરી લેવું.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૧૭૪]