॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada I-71: God Manifests with His Akshardhām
Nirupan
During the afternoon discourse, Swāmishri spoke on the key points related to Vachanāmrut Gadhadā I-71: “Whichever home God and his Sant grace becomes Akshardham and all devotees in their association are brahmarup. God does not come alone for the sake of granting liberation to the jiva, but he comes along with his own Akshardhām, pārshad-muktas and divine powers. God acts like a human in order to accept the service of his devotees. He accepts their service so that the devotees can join his divine pārshads.”
[Yogi Vāni: 24/136]
યોગીજી મહારાજ બપોરની કથામાં વચનામૃત પ્રથમના ૭૧ ઉપર મુદ્દાની વાત કરતાં કહે, “ભગવાન ને સંત પધાર્યા તે ઘર બ્રહ્મધામ અને સંબંધવાળા ભક્ત બ્રહ્મરૂપ. ભગવાન જીવના કલ્યાણને અર્થે એકલા નથી આવતા, પરંતુ પોતાનું અક્ષરધામ, પાર્ષદ-મુક્તો, ઐશ્વર્ય સહિત પધારે છે. તે ભગવાન મનુષ્ય જેવા થઈ સેવા અંગીકાર કરે છે. દિવ્ય પાર્ષદ ભેળા ભેળવવા સેવા ગ્રહણ કરે છે.”
[યોગીવાણી: ૨૪/૧૩૬]
June 7, 1977, London. After performing puja at the mandir, Swamishri explained Vachanamrut Gadhada I-71:
“By displaying an amusing personality, Shriji Maharaj slowly eradicated the predominance of this world from the jivas. Others believe our talks if spoken with love; however, people will not believe by passing laws or by force. One should have the perception of divinity toward this form (referring to himself). Even though he is here in a human form, he is the the very same form that is in Akshardham. And the form that is in Akshardham is the form that is here. One should not understand the two forms differently. When one understands these two forms as distinct, that much deficiency remains. When one believes everything in included in this form, that is complete nischay. To attach oneself to this form in every way is samādhi. The Brahmapurdham is included in that. This place becomes Akshardham...”
[Brahmaswarup Pramukh Swami Maharaj: 3/333]
તા. ૧૯૭૭/૬/૭, લંડન. મંદિરે પૂજા બાદ કથાની રસલહાણમાં આજે ગઢડા પ્રથમ પ્રકરણના ૭૧મા વચનામૃત પર વાત કરતાં કહ્યું કે:
“શ્રીજીમહારાજે રમૂજ કરતાં કરતાં સૌના જીવમાંથી જગત કાઢી નાંખ્યું. હેતે કરીને વાત સમજાય, કાયદા કે દબાણથી ન થાય. આ સ્વરૂપને વિષે દિવ્યભાવ હોવો જોઈએ. અહીં મનુષ્યસ્વરૂપે છે તો પણ એ જ અક્ષરધામનું સ્વરૂપ છે ને અક્ષરધામમાં છે એ જ અહીં છે. એમાં જુદો ભાવ સમજવાનો નથી. જુદું સમજાય એટલી આપણને કસર રહે. આ સ્વરૂપ મળ્યું છે તે જ સાચું છે. એમાં જ બધું સમજાય એટલે પરિપૂર્ણ નિશ્ચય થઈ ગયો. આ સ્વરૂપને વિષે સર્વપ્રકારે જોડાઈ જવું એ સમાધિ. એમાં બ્રહ્મપુરધામ આવી ગયું. આ સ્થાન અક્ષરધામ બની ગયું...”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૩૩૩]