॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૧૬: સ્વરૂપનિષ્ઠા ને ધર્મનિષ્ઠાનું

નિરૂપણ

તા. ૨૫/૨/૧૯૬૩, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૧૬ પર શ્રદ્ધાનો મહિમા લાક્ષણિક રીતે સમજાવતાં યોગીજી મહારાજ કહે, “નિયમમાં ન રહે તો ઠા ન રહે. શ્રદ્ધાવાનને વહેલી સિદ્ધદશા. ઓલાને ઉરુકાળે. લોકલ ગાડી. ને ઓલાને (શ્રદ્ધાવાળાને) પંજાબ મેલ. ધડાડાટ! પૃથ્વી ધ્રુજાવી નાખે જ્યાં ઊભો ત્યાં! ને ફોશીને લાંબું હાલે. શ્રદ્ધાવાન ફર્સ્ટમાં આવી જાય. ‘કોણે દીઠું છે? થાય છે, કરાય છે,’ એ મંદ. પેલો તો લાગી કે દાગી.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૫]

February 25, 1963, Mumbai. During the discourse on Vachanāmrut Gadhadā II-16, Yogiji Mahārāj explained the importance of faith in his unique style, “One who does not abide by niyams will not remain standing. One who possesses faith attains spiritual enlightenment quickly. One who does not have faith takes much longer - like a local train. One who has faith travels by the Punjāb Mail. Fast! The earth shakes wherever he stands. Whereas [attainment] will take a long time for the one without faith. One with faith comes first. Conversely, ‘Who has seen it? It may happen, it may get done,’ - that is little faith. The one with faith goes with full force.”

[Brahmaswarup Yogiji Mahārāj: 3/445]

સંત એ ભગવાનની મૂર્તિ

૧૯૭૬-૧૧-૬. બોચાસણ. સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજે છાપરેથી નળિયાં ઉખેળવાની સેવા બાદ સભામંડપમાં આવી ગઢડા મધ્ય પ્રકરણના ૧૬મા વચનામૃતનું નિરૂપણ કરતાં કહ્યું:

“ભગવાન ન હોય તો ધર્મ ભગવાનની મૂર્તિના આધારે રહે છે. તે મૂર્તિ શું? ભગવાનના સંત એ ભગવાનની મૂર્તિ. મહારાજે કહ્યું છે: ‘સંત માનજો મારી મૂરતિ રે...’ કૃષ્ણ ભગવાન ગયા પછી ઉદ્ધવ દ્વારા પ્રગટપણું રહ્યું. ગુણાતીત ભાવને પામેલા સંતમાં ભગવાન પ્રગટ હોય છે. ચાર પ્રકારના સંતની વાતો બધા ધર્મમાં છે. કુરાનમાં પણ તરીયતી, શરીયતી, હકીકતી અને મારફતી સંત કહ્યા છે. સંન્યાસીમાં પણ કુટીચક, બહૂદક, હંસ અને પરમહંસ હોય છે. વચનામૃતમાં દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ જેવા સંતની વાત કહી છે. તેમાં મારફતી, પરમહંસ ને વડવાનળ જેવા સંતમાં ભગવાન પ્રગટ રહે છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૨૪૭]

The Sant is the Murti of God

November 6, 1976. Bochasan. Swamishri Pramukh Swami Maharaj was involved in the sevā of removing the roof tiles in Bochasan. Afterward, he came to the sabhā hall and explained Vachanamrut Gadhada II-16:

“When God is not present, dharma remains at the refuge of God’s murti. What is the murti? The Sant of God is God’s murti. Maharaj himself said: ‘Sant mānjo māri murti re...’ After Krishna left the earth, he remained present through Uddhav. Maharaj remains present through one who is Gunātit. All of the religions mention four types of eminent sant. In the Qur’an, Tariyati, Shariyati, Hakikati, and Marfati are the four types mentioned. Among the sannyasins, Kutichak, Bahudak, Hansa, and Paramhansa are mentioned. In the Vachanamrut, Maharaj mentioned a sant that is like a flame, a torch, lightning, and the valvānal fire. God is present though the Sant that is like Marfati, Paramhansa, or valvānal fire.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/247]

આણંદમાં તા. ૧૬/૭/૧૯૮૨ની પ્રાતઃકથામાં વચનામૃત ગઢડા મધ્ય ૧૬ રેલાવતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું કે, “‘બાપા મળ્યા પછી પૂજા-પાઠની શી જરૂર?’ એમ કોઈક કોઈક કહેતા હોય છે. વળી કહે, ‘હવે ધર્મ-નિયમની પણ શી જરૂર?’ પણ આ ખોટું છે. ભગવાન કે એકાંતિક પુરુષના આધારે ધર્મ છે. રાજા પૈસા આપી શકે પણ ધર્મપ્રવર્તન કરાવી ન શકે. ધર્મ-નિયમનું ઠેકાણું ન હોય તે સ્વરૂપનિષ્ઠાની વાત કરતો હોય તો તે લોકોને ઠગવા માટે જ છે. સ્વરૂપનિષ્ઠા હોય તેને ધર્મનિષ્ઠા હોય જ.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૨૮]

During the morning discourse in Anand, Pramukh Swami Maharaj spoke on Vachanamrut Gadhada II-16: “Some people make excuses like: ‘After attaining Bapa (the Satpurush), what is the need to do pujā?’ Moreover, they may argue, ‘What is the need for observing niyam-dharmas now [that we have met the Satpurush]?’ But this is wrong. Dharma is upheld with the support of God and the Ekāntik Satpurush. A king can distribute wealth, but he cannot enforce dharma. One who has no sense of dharma-niyams and yet speaks of swarup-nishtha is merely doing so to deceive people. One who has firm swarup-nishtha has to have dharma-nishtha.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/528]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase