॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૨૭: મલિન વાસના ન રહે ત્યારે મોટા રાજી થાય, તેનું

નિરૂપણ

૧૦-૩-૧૯૭૫. ગોંડલ. તા. ૧૦/૩ની સવારે સમયસર શરૂ થઈ ગયેલા નિત્યક્રમમાં પ્રમુખસ્વામી મહારાજે સતત સવા બે કલાક સુધી ગઢડા મધ્ય પ્રકરણના ૨૭મા વચનામૃત પર કથારસ રેલાવતાં કહ્યું:

“ચંદનને વળગે પણ મોઢું બહાર રાખ્યું તો શું સુખ થાય? ગુણાતીત સત્પુરુષ કહે તેમ કરવું. આ તો ‘મહાજન મારાં મા-બાપ, પણ મારી ખીલી ના ખસે.’ મનધાર્યું છોડે નહીં તો મહિમા સમજ્યા શું કામનો? મોટાપુરુષને ન ગમતું હોય તે ન જ કરવું. લોકમાં મિત્રને, બૈરાંને ન ગમતું હોય તો નથી કરતા, તો ભગવાન જેવા સંતને કેમ રાજી ન કરી શકીએ? મનનો ગમે તેવો દૃઢાવ કર્યો હોય તોય મૂકી દેવો; તો ગાડું સીધું ચાલે. ઍડવર્ડ રાજાએ બૈરાં માટે રાજ છોડી દીધું તો આપણે ભગવાન ને સંત માટે સ્વભાવ છોડી દેવા. ‘મેં બહુ સેવા કરી. હવે બીજાને લાભ આપો.’ એમ ન કહેવું. આપણા સ્વભાવ કો’ક દા’ડો સત્સંગમાંથી પાડે. કરેલી સેવા ઉપર પાણી ફરી વળે. આપણા ધાર્યા પ્રમાણે મોટાપુરુષ ન કરે તો તેમનો પણ અભાવ આવે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૬૦]

March 10, 1975. Gondal. In the morning, Pramukh Swami Maharaj spoke on Vachanamrut Gadhada II-27 for 2¼ hrs:

“(A snake) wraps itself around [the trunk of a] chandan (sandalwood) [tree] but keeps its head away from the tree. What happiness will he gain from that? One should do as the Gunatit Satpurush says. If one cannot let go of one’s own resolves, then what is the point of understanding mahimā? One should never do what the Mota-Purush does not like. In this world, we do not do what our friends or wives do not like. So then, why can we not please the Sant who is like God? No matter how much one’s mind is made up, we should let that go; only then will we go forward. King Edward (VIII) abdicated his throne for a woman. We should give up our backward nature and swabhāvs for God and the Sant. One should not say: ‘I served too much. Let others take the opportunity to serve.’ Our swabhāvs will make us fall from Satsang one day. All the service we did for Satsang will go down the drain. If the Mota-Purush does not do as we would like, then we will find flaws in him.”

A poisonous snake wraps itself around the trunk of a chandan tree. However, it does not let its head touch the tree. Only its body touches the tree. The chandan tree has a soothing property. Because the snake keeps its poisonous part, its head, away from the tree, it does not benefit from the soothing nature of the tree. It does not lose it’s poisonous nature.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/160]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase